‘ઓયો રૂમ્સ’ હોટલ બુકીંગની બેદરકારી, ઈન્દોરના 28 બેન્ડમિન્ટન ખેલાડીઓ થયા હેરાન

હોટલ બુકીંગમા જાણીતી સંસ્થા ઓયો રૂમ્સની બેદરકારીના લીધે મધ્યપ્રદેશના ઈન્દોરથી આવેલા 28 જેટલા બેન્ડમિન્ટનના ખેલાડીઓને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો હતો. 1 મહિના અગાઉ બેન્ડમિન ટીમના કોચ વિકાસ સોની દ્વારા અમદાવાદમાં યોજાનારી બેન્ડમિન્ટનની ટુર્નામેન્ટને લઈને ઓયો રૂમ્સના માધ્યમથી 14 જેટલા રૂમ અમદાવાદના બોપલ વિસ્તાર ખાતે આવેલી હોટલ સ્કાય લેન્ડઝમાં બુક કરવામાં આવ્યા હતા. 
 

‘ઓયો રૂમ્સ’ હોટલ બુકીંગની બેદરકારી, ઈન્દોરના 28 બેન્ડમિન્ટન ખેલાડીઓ થયા હેરાન

અમીત રાજપુત/અમદાવાદ: હોટલ બુકીંગમા જાણીતી સંસ્થા ઓયો રૂમ્સની બેદરકારીના લીધે મધ્યપ્રદેશના ઈન્દોરથી આવેલા 28 જેટલા બેન્ડમિન્ટનના ખેલાડીઓને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો હતો. 1 મહિના અગાઉ બેન્ડમિન ટીમના કોચ વિકાસ સોની દ્વારા અમદાવાદમાં યોજાનારી બેન્ડમિન્ટનની ટુર્નામેન્ટને લઈને ઓયો રૂમ્સના માધ્યમથી 14 જેટલા રૂમ અમદાવાદના બોપલ વિસ્તાર ખાતે આવેલી હોટલ સ્કાય લેન્ડઝમાં બુક કરવામાં આવ્યા હતા. 

જોકે, ટુર્નામેન્ટ રમવા એક મહિના બાદ  કોચ જ્યારે ટીમને લઈને હોટલ ખાતે પહોંચ્યા ત્યારે હોટલ મેનેજમેન્ટ દ્વારા ટીમને જણાવવામા આવ્યું હતું કે, તેમના નામે કોઈ પણ રૂમ બુક ઓયો રૂમ્સ દ્વારા બુક કરવામાં આવ્યા નથી. બેન્ડમિન્ટન ટીમના કોચ દ્વારા 1 મહિના અગાઉ 11 રૂમના બુકીંગ ચાર્જ ઓનલાઈન ભરી દેવામાં આવ્યા હતા.

આતંકી હુમલાની દહેશતને પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ

આખરે હોટલ મેનેજમેન્ટ દ્વારા અલગથી બુકીંગ ચાર્જ લઈને રૂમ આપવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટાલીટી ક્ષેત્રની જાણીતી સંસ્થા ઓયો રૂમ્સના સત્તાધીશોએ રૂપિયા લઈને 28 રમતવીરોને રઝળાવી દીધા હતા અને કલાકો સુધી ભુખ્યા - તરસ્યા રમતવીરોને રમત પહેલા કડવો અનુભવ થયો હતો.

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news