PM Modi Mother health LIVE Update અતુલ તિવારી/અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત હોવાથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જેના ખબર અંતર પૂછવા PM મોદી પણ દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. હાલ માતા હીરાબાની તબિયત સ્થિર છે. હીરાબાની તબિયતના સમાચાર મળતા મુખ્યમંત્રી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે હીરાબાના નજીકના કુટુંબી ચંદ્રકાન્ત મોદી પણ હોસ્પિટલમાં જોવા મળ્યા છે. જ્યાં હીરાબાની તબિયતમાં સતત સુધારો હોવાનું ચંદ્રકાન્ત મોદીએ જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો હોવાનું યુએન મહેતા હોસ્પિટલે હેલ્થ બુલેટિન બહાર પાડ્યું છે. ત્યારે હીરાબાના નજીકના સંબંધી ચંદ્રકાન્ત મોદી તેમના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે હીરાબાએ તેમના વિશે જાણકારી આપી હતી. ચંદ્રકાંત મોદી હીરાબાના નજીકના સંબંધી છે.  


હીરાબાની પ્રાર્થના માટે સુપ્રસિદ્ઘ સોમનાથ મંદિરમાં મહામૃત્યુંજય જાપ કરવામા આવી રહ્યાં છે. હીરાબાના લાંબા આયુષ્ય માટે સોમનાથ મંદિર ગર્ભગૃહમાં એક પુજારીશ્રીને બેસાડી સવાલાખ મહામૃત્યુંજય જાપ પૂજા શરૂ કરાવ્યા છે. આજરોજ જાપની 60 માળા થઇ છે. કુલ 6480 જાપ થયા છે. આવતીકાલ સવારથી મંદિર ખુલ્યા બાદ ફરીથી જાપ શરૂ કરવામાં આવશે. કુલ 125000 જાપ કરવામાં આવશે. જાપની પૂજા મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવે છે.


આ પણ વાંચો :


હીરાબાને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યતા, બેસીને લિક્વિડ ફૂડ લીધું


કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા બનાવવા આ 2 નામ દિલ્હી મોકલ્યા, પણ ‘નો રિસ્પોન્સ’


હિરાબાની તબિયતના સમાચાર સામે આવતા દેશભરમાંથી હીરાબાના સારા સ્વાસ્થય માટે મનોકામના કરવામાં આવી રહી છે. આ સાથે જ માતા હીરાબાના રિપોર્ટ પણ નૉર્મલ આવ્યા છે. હાલ હીરાબાની પાસે તેમના પુત્ર પંકજભાઇ, પ્રહલાદભાઇ અને સોમાભાઇ હોસ્પિટલમાં ઉપસ્થિત છે.


ક્રિકેટમાં બનાસકાંઠાનું નામ ગુંજતું કરશે પાટીદાર યુવક, વડનગરનો ઉર્વીલ પટેલ IPL માં