ક્રિકેટમાં બનાસકાંઠાનું નામ ગુંજતું કરશે પાટીદાર યુવક, વડનગરનો ઉર્વીલ પટેલની IPL માં પસંદગી થતા પરિવાર ખુશ

ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો કહેવાતો આવ્યો છે. પરંતુ આ જિલ્લાના યુવાનો અનેક ક્ષેત્રે કાઠું કાઢી હવે જિલ્લાના પછાતપણાનું કલંક દુર કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના કોઈ યુવાને ક્રિકેટ ક્ષેત્રે ઝમ્પલાવી પોતાની પ્રતિભા ઉજાગર કરી IPL ની ટીમમા પસંદગી પામ્યો છે. ત્યારે કોણ છે આ યુવક, તે કેવી રીતે પહોંચ્યો IPL સુધી આવો જોઈએ.

ક્રિકેટમાં બનાસકાંઠાનું નામ ગુંજતું કરશે પાટીદાર યુવક, વડનગરનો ઉર્વીલ પટેલની IPL માં પસંદગી થતા પરિવાર ખુશ

IPL Auction 2023 અલકેશ રાવ/બનાસકાંઠા : ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો કહેવાતો આવ્યો છે. પરંતુ આ જિલ્લાના યુવાનો અનેક ક્ષેત્રે કાઠું કાઢી હવે જિલ્લાના પછાતપણાનું કલંક દુર કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના કોઈ યુવાને ક્રિકેટ ક્ષેત્રે ઝમ્પલાવી પોતાની પ્રતિભા ઉજાગર કરી IPL ની ટીમમા પસંદગી પામ્યો છે. ત્યારે કોણ છે આ યુવક, તે કેવી રીતે પહોંચ્યો IPL સુધી આવો જોઈએ.

ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય અને આ કહેવતને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના એક યુવકે સાબિત કરી બતાવી છે. વાત છે પાલનપુરના ઉર્વીલ પટેલ નામના યુવકની. જે આઈપીએલની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સમાં પસંદગી પામ્યો છે. ઉર્વીલે પટેલે ક્રિકેટર બનવાનું સપનું તો 6 વર્ષની વય જ જોઈ લીધું હતું. જોકે ઉર્વીલના ક્રિકેટ પ્રત્યેના પ્રેમને જોઈ તેના શિક્ષક માતા પિતાએ પણ ઉર્વીલને ક્રિકેટમાં જ આગળ વધારવાનું મન બનાવી લીધું. ઉર્વીલ બાળપણથી જ પોતાના અભ્યાસ કરતા ક્રિકેટ પર વધારે ધ્યાન આપતો અને નાનપણથી જ તેની તૈયારીઓ આરંભી દીધી હતી. તે નાનપણથી જ અલગ અલગ ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લઈ પોતાની પ્રતિભા ઉજાગર કરતો આવ્યો છે.

આ પણ વાંચો : 

ઉર્વીલ પટેલનો પરિવાર મૂળ મહેસાણાના વડનગરનો છે. પરંતુ માતા- પિતા અને પરિવાર સાથે પાલનપુરમાં સ્થાયી થયો છે. અને પાલનપુરના હાઇવે વિસ્તારમાં પોતાનું નિવાસસ્થાન ધરાવે છે. ઉર્વીલના માતા અને પિતા બંને શિક્ષક છે. પરંતુ ઉર્વીલને શિક્ષણ પ્રત્યે ઓછો પરંતુ ક્રિકેટ પ્રત્યે વધુ પ્રેમ છે. જેને લઇ તેના માતા પિતા ઉર્વીલને બાળપણથી જ ખાનગી કોચિંગ ક્લાસીસમાં ક્રિકેટનું કોચિંગ અપાવતા હતા. જો કે તે બાદ ઉર્વીલ અલગ અલગ ટુર્નામેન્ટો રમતા રમતા અંડર-16, અંડર-19 વર્લ્ડ કપ, એનસીએ, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફી સહિતની ટુર્નામેન્ટો રમી ચૂક્યો છે. જો કે આ ટુર્નામેન્ટમા સારુ એવુ પ્રદર્શન કર્યા બાદ છેલ્લા પાંચ વર્ષ અગાઉ ઉર્વીલ IPL મેચની ટીમમાં પસંદગી પામવાનું સપનું જોયું. અને આ સપનાને સાકાર કરવા તે છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદ પહોંચી તનતોડ મહેનત કરી રહ્યો હતો... અને આખરે તેને ગ્રાઉન્ડ ઉપર પાડેલા પરસેવા થકી 24 વર્ષ 73 દિવસની વયે પોતાનું સપનું સાકાર કરી દીધું.

આઈપીએલમાં જોડાવાની ખુશી વ્યક્ત કરતા ઉર્વીલ પટેલે જણાવ્યું કે, મારી IPLમાં પસંદગી થઈ છે હું ખુબજ ખુશ છું. ઉર્વીલના પિતા મુકેશભાઈ પટેલ કહે છે કે, ઉર્વીલે બહુ જ મહેનત કરી છે અમને તેના બાળપણથી જ તેના ઉપર વિશ્વાસ હતો અને આજે તે આગળ વધી રહ્યો છે અમને બહુ જ ખુશી છે.

જોકે ઉત્તર ગુજરાતમાં અને તેમાંય બનાસકાંઠા માંથી સૌ પ્રથમ વખત કોઈ યુવક આઈપીએલની ટીમમાં પસંદગી પામતા ઉર્વીલના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં ખુશી છે. પરંતુ આજે સમગ્ર બનાસકાંઠા વાસીઓ ઉર્વીલને અઢળક શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યારે ઉર્વીલે પણ બનાસકાંઠા સહિત પોતાના માદરે વતન મહેસાણા જિલ્લાનું નામ રોશન કરવા IPLમાં સારું એવું પ્રદર્શન કરી ઇન્ડિયાની ટીમમાં પસંદગી પામવાનું સપનું જોઈ લીધું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news