ઘર પરથી વીજ વાયર લઇ જવા જેવી બાબતે સગા ભાઇએ જ પોતાના ભાઇનું ઢીમ ઢાળી દીધું
જિલ્લાનાં મોગર ગામમાં બે સગા ભાઈઓ વચ્ચે વીજ બીલનાં પૈસા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા નાના ભાઈએ મોટા ભાઈને પેટમાં ચપ્પુ મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનાં બનાવ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજળીના વાયર જેવી સામાન્ય બાબતે સગા ભાઇએ પોતાના ભાઇની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે.
આણંદ : જિલ્લાનાં મોગર ગામમાં બે સગા ભાઈઓ વચ્ચે વીજ બીલનાં પૈસા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા નાના ભાઈએ મોટા ભાઈને પેટમાં ચપ્પુ મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનાં બનાવ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજળીના વાયર જેવી સામાન્ય બાબતે સગા ભાઇએ પોતાના ભાઇની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે.
GUJARAT CORONA UPDATE: નવા 23 કેસ, 14 દર્દી રિકવર, જૂનાગઢમાં એક મોત
મોગર ગામે શીવજી ફળીયામાં રહેતા વિજયભાઈ સમશેરભાઈ ખોખરએ પોતાનાં ધરમાં વીજ મીટર લીધું હતું. આ વીજ મીટરમાંથી વાયર ખેંચીને તેમનો નાનો ભાઈ અનીલ પોતાનાં ધરમાં વીજળી વાપરતો હતો. આ વીજ બીલનાં પૈસા બાબતે અનીલભાઈ અને વિજયભાઈ વચ્ચે બોલાચાલી થતા અનીલે વિજયને કહ્યું હતું કે, તું મારા ધર પાસેથી પસાર થતો વીજ વાયર કાઢી લે. જેથી વિજયએ કહ્યું હતું કે, આ અંગે વિજ વિભાગમાં રજુઆત કરી છે, તેઓ આવીને વાયર કાઢી જશે તેમ કહેતા જ અનીલ ઉશ્કેરાઇ ગયો હતો. તેણે વિજય પર હુમલો કરી પેટનાં ભાગે ચપ્પુ મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. ગંભીરપણે ધવાયેલા મોટાભાઈ વિજયને ત્વરીત સારવાર માટે આણંદની જનરલ હોસ્પીટલમાં ખસેડતા જયાં તબીબોએ વિજયને મૃત જાહેર કર્યો હતો.
GODHRA: ગરીબોના મોઢેથી અનાજનો કોળીયો છીનવી પોતાનું ઘર ભરનાર વિરુદ્ધ પોલીસની ઉદાહરણીય કાર્યવાહી
ધટનાની જાણ થતા વાસદ પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી. હત્યાનો ગુનો નોંધ્યા બાદ આજે સવારે મૃતદેહનું પોષ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ તેઓનાં પરિવારજનોને સુપ્રત કર્યો હતો. આ ધટનામાં આરોપી અનીલભાઈને પણ ઈજાઓ પહોંચી હોઈ તેઓને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. વીજ બીલનાં પૈસા જેવી નજીવી બાબતે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. સમગ્ર ધટના અંગે વાસદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube