Gondal News જયેશ ભોજાણી/ગોંડલ : ગોંડલ નાગરિક બેંકની હાઇવોલ્ટેજ ડ્રામા સમી ચુંટણીનું પરિણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલનાં તમામ 11 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈની પેનલની ધોબી પછડાટ સાથે કારમી હાર થઇ છે. ચુંટણીમાં અપક્ષ ઉમેદવારની ડીપોઝીટ ડુલ થઇ છે. ભાજપની પેનલનો જયજયકાર થતા સમર્થકોએ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. હાલ જુનાગઢની જેલમાં રહેલા જયરાજસિહનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલનો વિજય થતા ગુજરાતનાં સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચુંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ગુજરાતની જેના પર મીટ મંડાઇ હતી, તેવી ગોંડલની નાગરિક બેંકની ચૂંટણીની મતગણતરી રાત્રિનાં ૮:૩૦ કલાકે શરુ થઈ હતી. મત ગણતરીની શરુઆતથી જ ભાજપ પ્રેરીત પેનલનાં તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા. આજે વહેલી સવારે પરિણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો.


વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલાયું, હવે ઓળખાશે નમો ભારત રેપિડ રેલ ટ્રેન


ચુંટણીનું પરિણામ જોતા મતદારોએ વાદવિવાદને બદલે વિકાસને પસંદ કર્યા નું સ્પષ્ટ થયુ છે. આ સાથે જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર રહેવા પામ્યું છે. તો સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોકભાઈ પીપળીયા કીંગમેકર સાબીત થયા છે. છેલ્લા ચાર વર્ષમાં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ નાગરિક બેંકને વિકાસની ટોચ પર પંહોચતી કરી કુશળ વહીવટ દાખવ્યો તે ભાજપની જીતનો ટર્નિંગ પોઈન્ટ બન્યો છે. ચૂંટણીમાં આમ જોઈએ તો ગણેશ ગોંડલનું રાજકીય લોંચીંગ થયુ છે. જેલમાં હોવા છતા જીત મેળવી તેણે નવો રાજકીય આયામ સર્જ્યો છે.


ચુંટણી પરિણામ પર નજર કરીએ તો ભાજપ પ્રેરીત પેનલમાં કોને કેટલા મત મળ્યાં


  • અશોકભાઈ પીપળીયાને ૬૩૨૭

  • હરેશકુમાર વાડોદરીયાને ૬૦૦૦

  • જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ) ને ૫૯૯૯

  • ઓમદેવસિંહ જાડેજાને ૫૯૪૭

  • કિશોરભાઈ કાલરીયાને ૫૭૯૫

  • પ્રહલાદભાઇ પારેખ ને ૫૭૬૭

  • પ્રમોદભાઇ પટેલને ૫૭૬૭

  • પ્રફુલભાઈ ટોળીયાને ૫૪૮૧

  • ભાવનાબેન કાસોંદરાને ૬૧૨૦

  • નીતાબેન મહેતાને ૫૮૯૩ 

  • દિપકભાઈ સોલંકી ને ૫૭૩૮ મત 


કોંગ્રેસ પ્રેરીત નાગરિક સહકાર સમિતિમાં કોને કેટલા મત મળ્યાં


  • યતિષભાઈ દેસાઈને ૩૫૨૭

  • કલ્પેશભાઈ રૈયાણીને ૩૦૯૫

  • લલીતભાઈ પટોળીયાને ૩૦૬૩

  • જયદીપભાઇ કાવઠીયાને ૩૦૩૧

  • સંદીપભાઈ હીરપરાને ૨૮૯૨

  • રમેશભાઈ મોણપરાને ૨૮૭૫

  • વિજયભાઈ ભટ્ટને ૨૮૦૭

  • કિશોરસિહ જાડેજાને ૨૮૦૦

  • ક્રીષ્નાબેન તન્નાને ૩૩૩૫

  • જયશ્રીબેન ભટ્ટીને ૩૦૧૧

  • જયસુખભાઇ પારઘી ને ૨૮૬૮ 


અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાને માત્ર ૧૯૫ મત મળતા તેમણે ડીપોઝીટ ગુમાવી છે.


મતગણતરીને લઈને કડવા પટેલ સમાજ માં ૩૦ બુથ ઉભા કરાયા હતા. ચુંટણી અધીકારી જે.બી.કાલરીયાનાં માર્ગદર્શન હેઠળ નાગરિક બેંકનાં ૫૫ કર્મચારીઓ, ૯૦ શિક્ષકો તથા ૩૦ માર્કેટ યાર્ડનાં કર્મચારીઓને કામે લગાડ્યા હતા. ચુંટણી ઉતેજનાત્મ બની રહી હોય કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે એક ડીવાયએસપી, બે પીઆઇ, 11 પીએસઆઇ, ૧૮૦ પોલીસ કોન્સ્ટેબલ, એલસીબી, એસઓજી તથા હોમગાર્ડ સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હતો. જિલ્લા પોલીસ વડા રાઠોડે પણ મતદાન મથકની મુલાકાત લીધી હતી. એકંદરે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ હતી.


ગુજરાતમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, પીએમ મોદી વડસર ન જઈને સીધા રાજભવન કેમ ગયા