E Samay Ni Vat Che ચિંતન ભોગાયતા/અમદાવાદ : આજે વાત કરીશું ગુજરાતને લાગેલી એ થપાટની જે ક્યારેય કોઈ ગુજરાતી નહીં ભૂલી શકે. તુર્કી, સીરિયા સહિતના દેશોમાં આવેલા ભૂકંપે આખી દુનિયાને હચમચાવી દીધી અને આપણને એ સમય યાદ અપાવી દીધો જ્યારે કોપાયમાન કુદરતે અમુક સેકન્ડોમાં જ બધું વેર વિખેર કરી નાખ્યું હતું. આ એ સમયની વાત છે જ્યારે વર્ષ હતું 2001... તારીખ હતી 26મી જાન્યુઆરી... ગુજરાત સહિત આખો દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો હતો... અને અચાનક એટલામાં ધરતી ધ્રુજી. કચ્છ, અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વિનાશ વેરાયો. મોટી ઈમારતો જમીનદોસ્ત થવા લાગી અને ગણતરીની સેકન્ડોમાં કેટલાક પરિવાર ઉજડી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારથી માંડીને વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ મદદ માટે કામે લાગી ગઈ. એમાં ઘટનાના સાક્ષી અને રેસક્યૂ કરી લોકોને જીવ બચાવનાર દેવદૂત હતા ફાયર અધિકારી એમ.એફ.દસ્તૂર. એમણે એ સમયે ન જાણે કેટલાય લોકોને કાટમાળમાંથી કાઢ્યા અને જીવ બચાવ્યો. તો કેટલાક લોકોને પોતાની નજર સામે દમ તોડતા પણ જોયા. 


આ પણ વાંચો : 


સુરતના અતિ ધનાઢય પરિવારના પતિ અને પત્નીના બીજે લફરાંનો વિચિત્ર કિસ્સો


એક સમય એવો આવશે કે દરિયો ગુજરાતને ગળી જશે... સરકારે આપ્યો ચોંકાવનારો રિપોર્ટ


એમ.એફ.દસ્તુર એ ઘટના યાદ કરતા કહે છે કે, આપણે તૂર્કીના ભૂકંપનાં દ્રશ્યો જોયાં છે અને મોતની ચીચીયારીઓ વચ્ચે ચમત્કાર થતા પણ જોયા છે. એવા જ ચમત્કારીક બચાવના કિસ્સા ભૂકંપ સમયે ગુજરાતમાં પણ બન્યા હતા. પણ એવું નથી કે રેસ્ક્યૂમાં સફળતા જ મળે. 


વાત કરતા કરતા જરૂરી સંસાધનોની અછત અને એ સમયનો મંજર યાદ કરતાં એમ.એફ.દસ્તૂરના ચહેરા પર ચિંતા સાફ દેખાયો હતો. તેમણે આગળ કહ્યું કે, ભૂકંપમાં સ્વજનોને પોતાની નજર સામે મૃત જોઈને નબળા હ્રદયના લોકો આઘાતમાં સરી રહ્યા હતા. એવો જ એક બનાવ અમદાવાદમાં પણ બન્યો હતો..જેમાં કોઈ ઈજા વિના એક મહિલાએ આઘાતમાં સરી પડતાં દમ તોડ્યો... 



હાલ જ્યારે તુર્કી જેવા દેશોમાં ભૂકંપની ત્રાસદી આવી છે ત્યારે આપણો દેશ વસુધૈવ કુટુમ્બક્મની ભાવના સાથે ત્યાં મદદ માટે રેસક્યૂ ટીમ પહોંચાડી છે.ગુજરાતમાં આવેલા ભૂકંપના એ કિસ્સા આજે પણ આંખો બંધ કરીએ એટલે દ્રશ્યમાન થાય છે.


આ પણ વાંચો : 


વિકસતા શહેરોમાં મેદાન ખૂંટી પડ્યા તો ક્રિકેટના શોખીનોએ બનાવી નવી ગેમ ‘બોક્સ ક્રિકેટ’


અંધશ્રદ્ધાના આડમાં 2 માસના માસુમના શરીરે આપ્યા ડામ, માતાપિતા ભુવા પાસે લઈ ગયા હતા