વિકસતા શહેરોમાં મેદાન ખૂંટી પડ્યા તો ક્રિકેટના શોખીનોએ બનાવી નવી ગેમ ‘બોક્સ ક્રિકેટ’
Box Cricket Craze : શહેરોમા મેદાન માટે જગ્યા ન હોવાથી ક્રિકેટના શોખીન લોકોએ બોક્સ ક્રિકેટ નામની નવી ગેમ વિકસાવી, જે ક્રિકેટ જેવી જ હોય છે, પરંતુ તેમાં મેદાન નાનું હોય છે
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ : આપણે ત્યાં ક્રિકેટને એક ધર્મ તરીકે માનવામાં આવે છે. નાના બાળકોથી લઇ વૃદ્ધ સુધીની ઉંમરના લોકો એક વખત ક્રિકેટનું નામ સાંભળે એટલે તેના કાન ચમકી જાય છે. શરૂઆતમાં લોકો ક્રિકેટ પોતાના ઘર પાસે આવેલા મેદાન તેમજ શેરીઓમાં રમતા હતા. પરંતુ ડેવલોપિંગ તેમજ વસ્તીમાં વધારો થવાના લીધે મેદાન હવે માત્ર ગણતરીના જ રહ્યા છે અને શેરીઓ સાંકળી થઈ ગઈ છે જેથી અત્યારે બોક્સ ક્રિકેટનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તો શું છે આ બોક્સ ક્રિકેટ ચાલો જાણીએ....
શરૂઆતમાં લોકો પોતાના ઘર આંગણે આવેલ મેદાન તેમજ શેરીઓમાં ક્રિકેટ રમતા હતા તેથી તેને ગલી ક્રિકેટ કહેવાથી હતી. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકોનો ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ અને જુનુનમાં ખૂબ જ વધારો થતો ગયો. પરંતુ ડેવલોપિંગના લીધે ગણતરીના મેદાન અને શેરીઓ સાંકળી થઈ જતા શહેરની બહાર અથવા હાઈવે પર આવેલ બોક્સ ક્રિકેટ રમવા જવાનું ચલણ અત્યારે ખૂબ જ વધ્યું છે.
આ પણ વાંચો :
બોક્સ ક્રિકેટ એટલે શું????
5000 ચોરસ સ્ક્વેર ફૂટમાં ફરતી નેટ બાંધવામાં આવે છે અને તેની વચ્ચેની જમીન પર ઘાસ ઉગાડવામાં આવે છે. બોક્સ ક્રિકેટના મેદાનમાં લાઇટિંગ પણ ખૂબ જ રાખવામાં આવે છે, જેના લીધે રાત્રિ મેચ રમવાની ખૂબ જ મજા આવે છે. જેથી આંતરરાષ્ટ્રીય મેદાનમાં ક્રિકેટ રમતા હોય તેવી ફીલિંગ્સ આવે છે. બોક્સ ક્રિકેટનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે તેના મેદાનમાં ફરતી નેટ લગાવવામાં આવી હોવાથી ખેલાડીઓને રનીંગ પણ ઓછું કરવું પડતું હોય છે. જેથી બોક્સ ક્રિકેટ હાલમાં ખૂબ જ પ્રખ્યાત થઈ છે. કોઈપણ શહેર હોય ત્યાં બોક્સ ક્રિકેટના ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ મેદાન હોય છે, જેનો પ્રતિ કલાક લેખે ચાર્જ પણ વસૂલવામાં આવતો હોય છે.
બોક્સ ક્રિકેટ વિશે દિવ્યેશ રાવલિયા કહે છે કે, મને ક્રિકેટ રમવાનો નાનપણથી જ જબરો શોખ છે પરંતુ ગ્રાઉન્ડ પુરતા ન હોવાથી હું ક્રિકેટની મજા માણી શકતો ન હતો ત્યારે મને એવો વિચાર આવ્યો કે રાજકોટમાં બોક્સ ક્રિકેટ જેવું મેદાન બનાવવું જોઈએ અને ત્યાં ક્રિકેટની રમતની શરૂઆત કરવી જોઈએ. શરૂઆતમાં જ્યારે મેં મારા મિત્ર તેમજ સગા સંબંધીઓને બોક્સ ક્રિકેટ કન્સેપ્ટની જાણકારી ત્યારે બધા લોકો મારી મજાક ઉડાવતા હતા કે બોક્સ ક્રિકેટ ક્યારેય પણ સક્સેસ નહીં જાય. પરંતુ અત્યારે રાજકોટ નહીં પરંતુ દરેક શહેરોમાં ઓછામાં ઓછા 15 થી 20 બોક્સ ક્રિકેટના મેદાન હોય છે.
તો બોક્સ ક્રિકેટ રમનાર ધવલ ડાંગર કહે છે કે, બોક્સ ક્રિકેટમાં ખૂબ જ આનંદ આવે છે. પહેલા લોકો કસરત કરતા હોવાથી તંદુરસ્ત હતા. પરંતુ આજના સમયમાં આરામ વાળી જિંદગી થઈ ગઈ હોવાથી લોકો વધુ દોડી શકતા નથી, ત્યારે બોક્સ ક્રિકેટમાં ફરતે નેટ હોવાથી વધુ દોડવું પડતું નથી. તેમજ અમારા જે જૂના મિત્રો છે તેઓ સાથે અહીં મળી ક્રિકેટની મજા માણી શકીએ છીએ અને બોક્સ ક્રિકેટનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે અહીં પ્રતિ કલાક લેખે ભાડું ચૂકવાતું હોવાથી અમે પરિવારજનો તેમ જ સોસાયટીના લોકો સાથે ક્રિકેટની મજા માણી શકીએ છીએ.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે