હાપા માર્કેટ યાર્ડમાં જીરુંનો જલવો! સેન્સેક્સની જેમ અત્યાર સુધીના રેકોર્ડનો ઐતિહાસિક ભાવ બોલાયો
હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે વિગત આપતા જણાવ્યું કે, આપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે જીરું ના પાકની મબલક આવક થઈ રહી છે અને ખેડૂતોને સારો એવો ભાવ પણ મળી રહ્યો છે.
મુસ્તાક દલ/જામનગર: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેના પગલે એક ખેડૂતને 11,800 રૂપિયા મણનો ભાવ જીરુનો મળ્યો છે. જે હાપા માર્કેટ યાર્ડમાં અત્યાર સુધીનો સૌથી રેકોર્ડ બ્રેક અને ઐતિહાસિક ભાવ છે. બે દિવસ પહેલા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના એક ખેડૂતને 10225 જીરૂના મણનો ભાવ મળ્યો હતો.
હવે મેઘો મચાવશે તરખાટ! ગુજરાતના આ બે જિલ્લામાં ભારે વરસાદની વોર્નિંગ,NDRF ટીમો તૈનાત
હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે વિગત આપતા જણાવ્યું કે, આપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે જીરું ના પાકની મબલક આવક થઈ રહી છે અને ખેડૂતોને સારો એવો ભાવ પણ મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. જેવી રીતે શેર બજારમાં સેન્સેક્સ સતત ઉછળતો હોય અને બજારમાં બોલબાલા હોય તેવી રીતે જામનગર પંથકમાં જીરુંની હાલ બોલબાલા છે અને જીરૂનો જમાનો આવ્યો છે.
BIG BREAKING: રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર: ગુજરાતની ત્રણ બેઠકો માટે યોજાશે ચૂંટણી
જોકે જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં પણ 10,000 થી ઉપરનો ભાવ જીરુંનો ખેડૂતને મળ્યો છે. આમ જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડ અને હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જીરુંનો ઊંચો ભાવ મેળવી રહ્યા છે. જામનગર પંથકમાં જીરુંનું મબલખ ઉત્પાદન થઈ રહ્યું છે અને ખેડૂતોએ માવજત કરી સારું બિયારણ વાપરી અને આ જીરુંનો પાક પકવ્યો છે. જેના કારણે જીરું નો ઊંચો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જેના પગલે હાલારના ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.
આગામી 5 દિવસ ગુજરાતીઓ માટે ભારે! જાણો તમારા જિલ્લામાં 1 જુલાઈ સુધી કેટલો થશે વરસાદ?