મૌલિક ધામેચા/અમદાવાદ :બગોદરા હાઈવે નજીક મોડી રાત્રે ઇકો કારને અકસ્માત (accident) નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માત અજાણ્યા વાહનની ટકકરે (hit and run) થયો હોવાની વિગતો મળી રહી છે. ત્યારે ઘટના અંગે સ્થાનિક ધોળકા પોલીસે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પ્રાપ્ત વિગતો અનુસાર, ઇકો કારમાં સવાર ત્રણ મહિલા અને બે પુરુષ સહિત 5 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જોકે 10 આ બનાવમાં 10 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે 108 મારફતે ધોળકાની હોસ્પિટલ ખસેડાયા હતા.



આ પણ વાંચો : વારંવાર દમણ જવાના શોખીનો માટે આવ્યો નવો નિયમ, ત્રીજી લહેરમાં જતા પહેલા વાંચી લેજો


પ્રાથમિક વિગતો મુજબ ઇકો કારમાં સવાર પરિવાર ખેડા જિલ્લાના વારસંગ બરોડાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પરિવાર વારસંગ બરોડાથી નીકળી બરવાળા ખાતે ઠાકોર પરિવાર દર્શન માટે જતો હતો. તે દરમ્યાન રસ્તામાં ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતની ઘટના બની. સ્થાનિકો તરફથી મળતી હકીકતમાં અકસ્માતનો ભોગ બનનાર 4 બાળક, 5 પુરુષ અને 6 મહિલાઓ હતી.