ઉચ્ચ પોલીસ અધિકારીની પુત્રવધુ અકસ્માત કરીને ફરાર, આખરે પોલીસે સમાધાન કરાવ્યું
એસ જી હાઈવે પર મોડી સાંજે BMW કારે એક બલેનો કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બલેનો કારની બંને એર બેગ પણ ખુલી ગઈ હતી. ફરિયાદનો આક્ષેપ હતો કે, આ કાર મહિલા ચલાવી રહી હતી અને તે એક DGP ખંડવાવાલાના પુત્રવધુ હતી. કારને અકસ્માત સર્જી તે અન્ય કારમાં ફરાર થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પોહચી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
જાવેદ સૈયદ/ અમદાવાદ : એસ જી હાઈવે પર મોડી સાંજે BMW કારે એક બલેનો કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બલેનો કારની બંને એર બેગ પણ ખુલી ગઈ હતી. ફરિયાદનો આક્ષેપ હતો કે, આ કાર મહિલા ચલાવી રહી હતી અને તે એક DGP ખંડવાવાલાના પુત્રવધુ હતી. કારને અકસ્માત સર્જી તે અન્ય કારમાં ફરાર થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પોહચી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
વાઘાણીએ કહ્યું સબ સલામત: ઇનામદારે કહ્યું લેખીત ખાતરી નહી તો વાટાઘાટો પણ નહી
અકસ્માત સાંજે 4 વાગ્યે થયો હતો. જ્યારે બીએમડબલ્યું કાર ચાલક મહિલા અકસ્માત કરીને બીજી કારમાં ફરાર થઇ ગઇ હતી. ઘટના અંગે ફરિયાદ કરતા જ પોલીસ તુરંત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પરંતુ ગાડી ઉચ્ચ પોલીસ અધિકારીની હોવાની વાત જાણવા મળતા જ પોલીસ ઢીલી પડી ગઇ હતી. પોલીસ અધિકારીએ પોતાનો જુનો નુસ્ખો અજમાવતા વિસ્તારનો વિવાદ કાઢ્યો હતો. સરખેજ અને બોપલ પોલીસ વચ્ચે વિસ્તાર વિવાદમાં જ રાત્રીનાં 10 વગાડી દીધા હતા. ત્યાં સુધીમાં અધિકારી ઘટના સ્થળે દોડી આવતા બંન્ને પક્ષ વચ્ચે સમાધાર કરાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube