વાઘાણીએ કહ્યું સબ સલામત: ઇનામદારે કહ્યું લેખીત ખાતરી નહી તો વાટાઘાટો પણ નહી

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જીતુ વાઘાણા દ્વારા ઘીના ઠામમાં ઘી ઢોલાયું હોવાની જાહેરાત કરતા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેતન ભાઇએ ભારતીય જનતા પાર્ટી અને મારી લાગણીને સ્વિકારી છે. 

Updated By: Jan 23, 2020, 12:11 AM IST
વાઘાણીએ કહ્યું સબ સલામત: ઇનામદારે કહ્યું લેખીત ખાતરી નહી તો વાટાઘાટો પણ નહી

રવિ અગ્રવાલ/વડોદરા : સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જીતુ વાઘાણા દ્વારા ઘીના ઠામમાં ઘી ઢોલાયું હોવાની જાહેરાત કરતા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેતન ભાઇએ ભારતીય જનતા પાર્ટી અને મારી લાગણીને સ્વિકારી છે. 

આખરે ઘીનાં ઠામમાં ઘી: કેતન ઇનામદારને મનાવી લેવાયાની જીતુ વાઘાણીની જાહેરાત

બીજી તરફ કેતન ઇનામદારને આ અંગે પુછવામાં આવતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ઘીનાં ઠામમાં ઘી ઢોળાયું નથી. જ્યાં સુધી મને લેખીત ખાતરી નહી આપવામાં આવે ત્યા સુધી રાજીનામુ પાછુ ખેંચવાનો સવાલ જ નથી. મારી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાતચીત કરી છે. આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા, રંજન બેન ભટ્ટ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જીતુ વાઘાણીએ વાતચીત કરી છે. કાલે અમારી વચ્ચે મુલાકાત થવાની છે. તેમની મધ્યસ્થીથી આ મુદ્દાનો ઉકેલ સકારાત્મક આવે તેવી હું આશા રાખુ છું. 

કેતન ઇનામદારનાં રાજીનામાં બાદ રંજનાબેન, પ્રદિપસિંહ,ભુપેન્દ્રસિંહ સહિતનાં નેતાઓ દોડાવાયા

જો કે તેમણે સ્પષ્ટ રીતે જણાવવા માંગીશ કે આ તમામ મુદ્દાઓની ચર્ચા થશે તેમાં કોઇ મૌખીક વાતચીત નહી પરંતુ જ્યાં સુધી મને લેખીત બાંહેધરી આપવામાં નહી આવે ત્યાં સુધી હું આ મુદ્દે પાછુ પગલું નહી ભરૂં. મારા વિસ્તારનાં વિકાસ માટે હું ગમે તેની સામે લડી લેવા માટે તૈયાર છું. મારા જેટલા પણ મુદ્દાઓ છે તેની લેખિત બાંહેધરી જરૂરી છે. ઉપરાંત રીઢા થઇ ગયેલા અધિકારીઓ સામે સરકાર પગલા ઉઠાવે તે પણ તેટલું જ જરૂરી છે.

કેતન ઇનામદારની સીધી બાત...
-હું રાજીનામું પાછુ નહી ખેંચુ
- મારા કામ થશે તેની કાગળ પર ખાતરી મળે પછી જ આગળ વાત
- લેખિતમાં ખાતરી વગર કેતન ઇનામદાર કોઇ ચર્ચા માટે તૈયાર નહી
- પ્રજાના કાર્યો થશે તો જ હું મારુ રાજીનામું પરત ખેંચીશ
- પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા બાદ જ હું રાજીનામું પરત ખેંચીશ
- ગૃહરાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા બાદ આગળ નિર્ણય
- અત્યારે મારુ રાજીનામું યથાવત્ત છે તે પાછુ ખેંચવામાં આવ્યું નથી
- પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાતની જ વાત સ્વિકારી છે, બીજી કોઇ વાત નહી
- જો આવતી કાલે પડતર પ્રશ્નોનું નિરાકરણ થશે તો હું વિચારીશ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube