ભાવનગરમાં હિટ એન્ડ રન: પૂરઝડપે હંકારતા કાર ચાલકે રિક્ષા અને એક્ટિવાને લીધી અડફેટે, 1નું મોત અન્ય 2ને ગંભીર ઇજા
ભાવનગર શહેરના ચીત્રા મસ્તરામ મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં શહેરના માર્ગ પરથી પસાર થઈ રહેલી એક્ટિવા અને રિક્ષાને પૂરઝડપે કાર હંકારી રહેલા ચાલકે અડફેટ લીધી હતી. કાર ચાલકે અડફેટે એક્ટિવા ચાલક માર્ગ પર પટકાયો
નવનીત દલવાડી, ભાવનગર: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તો કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચતા આખું જીવન પથારીવશ પસાર કરવું પડે છે. ત્યારે ભાવનગર શહેરમાંથી આવી જ એક હિટએન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના ચીત્રા મસ્તરામ મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં શહેરના માર્ગ પરથી પસાર થઈ રહેલી એક્ટિવા અને રિક્ષાને પૂરઝડપે કાર હંકારી રહેલા ચાલકે અડફેટ લીધી હતી. કાર ચાલકે અડફેટે એક્ટિવા ચાલક માર્ગ પર પટકાયો. જ્યારે રિક્ષાના આગળના ભાગનો કચ્ચરઘાણ બોલાઈ ગયો. આ હિટ એન્ડ રનની ઘટનામાં એક્ટિવા ચાલક તેમજ રિક્ષામાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
અમદાવાદીઓ સાવચેત! બીજા શહેરો કરતા અમદાવાદમાં સૌથી વધુ કેસ, ત્યારબાદ આ શહેરનો નંબર
જો કે, અકસ્માત સર્જાતા આસપાસ સ્થાનિક લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને આ 108 તેમજ શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ભાવનગર શહેર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ ઘટનામાં એક્ટિવા ચાલક મુકેશ વાકાણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
શહેર પોલીસ કમિશનરનો આ માનવીય અભિગમ એક પિતાને આખી જિંદગી રહેશે યાદ, જાણો એવું તો શું થયું
ત્યારે અન્ય બે ઇજાગ્રસ્તોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે, પૂરઝડપે હંકારનાર કાર ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. ત્યારે આ મામલે ભાવનગર શહેર પોલીસ દ્વારા કાર ચાલક વિરૂદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube