મૌલિક ધામેચા/અમદાવાદ: બુધવારે મોડી રાત્રે નારોલ પાસે આવેલા ખોડિયાર મંદિર પાસે બાઇક ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંને જુડવા ભાઇઓનું મોત થયું હતું. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર પાસે લવ અને કુશ નામના જુડવા બાળકો ઊભા હતા. આ સમયે ફૂલ સ્પીડમાં આવતા બાઇક ચાલકે આ બંને ભાઇઓને અડફેટે લીધા હતા. જેના પગલે લાવ અને કુશને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાઇકોને અડફેટે લીધા બાદ બાઇક ચાલક ઘટના સ્થળથી ફરાર થયો હતો.


અમિત શાહ જન્મ દિવસે આવશે ગુજરાતની મુલાકાતે, સોમનાથના કરશે દર્શન


ઘટનાની જાણ થતાં સ્થાનિકના ટોળા એકઠાં થયા હતા. અને 108 એમ્બ્યુલન્સની મદદથી બંને ભાઇઓને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંને બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે લવ અને કુશ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા.


જુઓ LIVE TV :