હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં હવે વધુને વધુ રાજકીય નેતાઓ તથા સરકારી કર્મચારીઓ કોરોનાનો શિકાર બની રહ્યાં છે. આવામાં ગાઁધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1 પાસે સેનેટાઈઝર મશીન મૂકાયું છે. આ સેનેટાઈઝર મશીનની ખાસિયત એ છે કે, જો 100 થી વધુ કોઈપણ વ્યક્તિ નું ટેમ્પરેચર આવશે તો થર્મલ કેમેરામાં સાયરન ચાલુ થઈ જશે. તે વ્યક્તિને સંકુલમાં પ્રવેશ નહિ મળે. આ મશીનમાં વ્યક્તિનું ઓક્સિજન લેવલ પણ ચેક થશે. 


અમેરિકાના ઈમિગ્રેશન નિર્ણય પર નીતિન પટેલે કહ્યું, રાજ્ય સરકારે તેમાં સીધુ કરવાનુ કંઈ થતુ નથી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંપૂર્ણ કોન્ટેક્ટલેસ સેનેટાઈઝર મશીન 100 થી વધુ તાપમાન ધરાવતી વ્યક્તિના પ્રવેશવાની સાથે જ સાયરન વાગવા માંડશે. 45 ડિગ્રી તાપમાન સેનેટાઇઝર મશીનમાં મેઇન્ટેઇન કરાય છે. સાથે જ એર સ્પ્રેથી વ્યક્તિને સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા પણ તેમાં છે. હિમાંશુ વરીયા નામના શખ્સે આ મશીન બનાવ્યું છે. તેમના મતે, કોઈપણ 100થી વધુ  ટેમ્પરેચર ઉપરની વ્યક્તિ એન્ટર થાય એટલે સાયરન વાગે છે. રૂપિયા ૮ થી ૯ લાખની કિંમતમાં આ તૈયાર થયેલું મશીન સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવવામાં આવ્યું છે. 


ગુજરાતના મંત્રી રમણ પાટકર કોરોનાની ઝપેટમાં આવ્યા 


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ઘણી સોસાયટીમાં પોતાના ખર્ચે સેનેટાઈઝીંગ માટે વ્યવસ્થા થઈ છે. અત્યાર સુધી કરોડો રુપિયાના ખર્ચે સરકારે પ્રયત્ન કર્યા છે. હિમાંશુ એન્જિનિયરિંગ દ્વારા વિનામૂલ્યે સ્વર્ણિ સંકુલમા મશીન મૂકાયું છે. જેનાથી આવતી જતી વ્યક્તિના ઓક્સિજન, પલ્સ અને તાપમાન મપાઈ જાય છે. કોઈ પણ ચાર્જ વગર મશીન મૂકાયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર