Hitech Chori સુરેન્દ્રનગર : ગુજરાતમાં હવે હાઈટેક ચોરી થવા લાગી છે, તેનો પુરાવો સુરેન્દ્રનગરમાં થયેલી 1 કરોડની ચોરી છે. જેમાં તસ્કરો ચાલતી ટ્રકમા ચઢ્યા હતા. ચાલુ ટ્રકમાં તેઓએ પાછળથી ચઢીને લોક તોડ્યુ હતું. ચાલુ આઈશરમાંથી તસ્કરો સફાઈપૂર્વક 1 કરોડનો માલ ચોરીને જતા રહ્યા હતા. આ ઘટનાના સીસીટીવી પણ હોલિવુડની ફિલ્મ જેવા છે, જેમાં કેવી રીતે તસ્કરો ઈલેક્ટ્રોનિક આઈટમ્સ ચોરી રહ્યાં છે તે દેખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 જાન્યુઆરીએ લીંબડી-અમદાવાદ હાઈવે પરથી ચાલુ આઈશરમાંથી થયેલી ઈલેક્ટ્રોનિક આઈટમ્સની ચોરી પોલીસનું મગજ પણ ચકરાવે ચઢાવે તેવી છે. ચોરોએ આકાશમાંથી આવેલા કોઈ એલિયનની માફક આવીને આઈશરમાંથી 1 કરોડના સામાનની ચોરી કરી હતી. તેના સીસીટીવી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ હાઈટેક ચોરો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બે બાઇકસવારે આઈશરનું પાછળથી લોક અને સીલ તોડી માલ તફડાવ્યો હતો. આ ચોરોને પકડવા એલસીબી, એસઓજી સહિત પોલીસની વિવિધ ટીમ કામે લાગી ગઈ છે. 


આ પણ વાંચો : 


જેલમાંથી છુટતા વિપુલ ચૌધરીના સૂર બદલાયા, Amulના પૂર્વ એમડી આરએસ સોઢીને અંગ્રેજ કહ્યા


મહીસાગરના હોદ્દેદારોને કમલમનું તેડું, પક્ષ વિરોધી કામ કરનારામાં 22 નેતાના નામ


આ બનાવ 6 જાન્યુઆરીનો છે. જેમાં લીંબડીથી રાજકોટ બાજુ બોડિયા ગામ નજીક બે અજાણ્યા શખસ બાઇક પર આવીને ચાલુ આઈશરમાંથી પાછળનું લોક તથા સીલ તોડીને એમાં મૂકેલાં પૂંઠાનાં બોક્સ નંગ 719 પૈકી બોક્સની અંદર રહેલા ટાટા સ્કાયનો સામાન રૂપિયા 20 હજાર, હેડફોન તથા પાવરબેક રૂપિયા 23 હજાર, ઓટોમોબાઈલ, જેમાં પોલીસે અંદાજો લાવેલા રોકડા રૂપિયા 50 હજાર, 96 હજાર રૂપિયાના લેપટોપ તેમજ અલગ-અલગ કંપનીનાં અલગ મોડલના 259 નંગ મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા 91 લાખ 16 હજાર 563 તથા પ્રિન્ટિંગના રોલ રૂપિયા 28 હજાર, ઘડિયાળ રૂપિયા 2 લાખ 27 હજાર 385, ટેબ્લેટ 12 લાખ, એમ અલગ અલગ ચીજવસ્તુઓ મળીને કુલ રૂ. 1 કરોડ 7 લાખ 17 હજાર 133ના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. 


આ મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સુરેન્દ્રનગર પોલીસ સીસીટીવીના આધારે બે બાઈકચોરની શોધખોળમાં લાગી ગઈ છે. જોકે, આ બનાવ કોઈ હોલિવુડની ફિલ્મોમાં બતાવાતી ચોરીથી કમ નથી. જેમાં આ જ રીતે હાઈટેક ચોરીને અંજામ આપવામાં આવે છે. 


આ પણ વાંચો : Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી