બે વર્ષ બાદ મોકો મળ્યો તો મન મૂકીને ધૂળેટી રમી રહ્યાં છે ગુજરાતીઓ, સાળંગપુરમાં 70 ફૂટ ઊંચે ઉડ્યા રંગો
આજે સમગ્ર દેશભરમાં ધુળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજના દિવસે સવારથી નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસૂડાનાં રંગો છાંટીને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. ધુળેટી એટલે રંગોનો તહેવાર. આ વખતે કોરોનાના કોઈ નિયંત્રણ ન હોવાથી પાર્ટીપ્લોટ અને કલબોમાં મોટી સંખ્યામાં ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી નાના બાળકો મોટા એકબીજા પર રંગ ઉડાડીને તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. બે વર્ષ કોરા રહ્યાં, એટલે આજે મોકો મળ્યો તો લોકો મન મૂકીને ધૂળેટી રમવા ઘરની બહાર નીકળી પડ્યા છે.