અમદાવાદની સૌથી મોટી બે ક્લબોમાં આ વર્ષે પણ નહીં ઉજવાય હોળી-ધૂળેટી, લેવાયો આ મહત્વનો નિર્ણય
શહેરની બે સૌથી મોટી ક્લબ રાજપથ અને કર્ણાવતી કલબમાં ધુળેટીનો તહેવાર ભારે રંગેચગે ઉજવાય છે. પરંતુ આ વર્ષે પણ ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: કોરોનાના વધતા કેસોની વચ્ચે હોળી ધૂળેટીના તહેવારની ઉજવણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની ક્લબોમાં પણ આ વર્ષે પણ હોળી ધુળેટીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. શહેરની રાજપથ અને કર્ણાવતી કલબમાં આ વર્ષે પણ હોળી ધુળેટીને લઈ કોઈ આયોજન કરવામાં આવશે નહીં. રાજ્યમાં હજુ કોરોના કેસ આવે છે અને સંપૂર્ણ કોરોના ગયો ન હોવાથી કબલ સંચાલકોએ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષથી રાજ્યમાં કોરોના મહામારીના કારણે તમામ ઉજવણીઓ બંધ છે અને આ વર્ષે પણ બંધ રાખવાનો નિર્ણય ક્લબ દ્વારા લેવામાં આવ્યો છે. કલબોમાં હોળી ધુળેટીના તહેવારનું મોટા પાયે આયોજન કરવામાં આવતું હતું. જેમાં કલરોની સાથે રેનડાન્સનું પણ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.
શહેરની બે સૌથી મોટી ક્લબ રાજપથ અને કર્ણાવતી કલબમાં ધુળેટીનો તહેવાર ભારે રંગેચગે ઉજવાય છે. પરંતુ આ વર્ષે પણ ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ થઇ ચૂકી છે.
ગત વરસે પણ કોરોનાના કેસ વધતા કલબોમાં ધૂળેટીની ઉજવણી બંધ રહી હતી. હાલ તો અમદાવાદની સૌથી મોટી બે ક્લબોએ તહેવારની ઉજવણીને લઈને આ નિર્ણય લીધો છે, પરંતુ સુરત, વડોદરા અને રાજકોટની ક્લબોમાં ધુળેટીની ઉજવણી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube