cyclone biparjoy news : અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોયે ભારે કહેર વર્તાવ્યો હતો. ખાસ કરીને કચ્છમાં તારાજી સર્જી હતી. આવામાં ગુજરાત સરકારે મોટાપાયે સ્થળાંતર કરીને પહેલા જ લોકોનો જીવ બચાવી લીધો હતો, જેથી કોઈ જાનહાનિ ન થઈ. ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓએ સૌથી પહેલા કચ્છમાં હવાઈ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હવાઈ નિરીક્ષણ બાદ અમિત શાહ જખૌ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અસરગ્રસ્તો સાથે વાત કરી હતી. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જખૌ પહોંચ્યા છે. 


કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ – ભુજ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યુ. માંડવી હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધો ની મુલાકાત લઇ તેઓના ખબર-અંતર પુછી, હોસ્પિટલમાં જન્મ લીધેલ બાળકના માતાની મુલાકાત લીધી. ગૃહમંત્રી અમિત શાહ બિપરજોય વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકશાનની સમીક્ષા માટે ખેડૂતોની મુલાકાત લીધી.