એવી જોરદાર જીત થવી જોઈએ કે વિપક્ષ પણ આશ્ચર્યચકિત થઈ જાય, શાહે મિશન 2024નો પાયો નાખ્યો
પાર્ટીને એટલી `વિશાળ` જીત મળવી જોઈએ કે વિપક્ષે તેને પડકારતા પહેલા બે વાર વિચારવું પડેની વાત સાથે ભાજપની બે દિવસીય પદાધિકારીઓની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે સમાપન સંબોધનમાં બીજેપીના પદાધિકારીઓને 2024 લોકસભા જીતનો મંત્ર આપ્યો.
હિતેન વિઠલાણી/અમદાવાદ: દિલ્હીમાં ભાજપની બે દિવસીય બેઠક શનિવારે સાંજે સમાપ્ત થઈ. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની નજર 'વિશાળ' જીત પર છે અને તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગઠનના મુખ્ય નેતાઓને પાર્ટીની વોટ ટકાવારી 10 ટકા વધારવા માટે મેહનત કરવા કહ્યું. સૂત્રોએ જણાવ્યું કે શનિવારે બે દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકના સમાપન દિવસે ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓ અને પ્રદેશ પ્રમુખોને સંબોધિત કરતી વખતે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ભાજપનું પ્રદર્શન એવું હોવું જોઈએ કે વિપક્ષ 'સ્તબ્ધ' થઈ જાય.
વડાપ્રધાન મોદીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીમાં 2019ની ચૂંટણીની સરખામણીમાં ભાજપની મત ટકાવારીમાં 10 ટકા વધારો કરવા પણ આહ્વાન કર્યું હતું. શુક્રવારે મીટિંગ ના પહેલા દિવસે જ પીએમ મોદી હાજર રહ્યા હતા, જ્યારે અમિત શાહે શનિવારે મીટિંગ ના બીજા દિવસે પાર્ટીના અધિકારીઓને સંબોધિત કર્યા હતા.
વિધાનસભા સ્તર પર સંમેલન
નવા મતદારોને આકર્ષવા માટે ભાજપ દેશભરમાં અભિયાન ચલાવશે. આ ઉપરાંત અન્ય તમામ મતદારોને જોડવા માટે વિધાનસભા સ્તરે કોન્ફરન્સ નું આયોજન પણ કરવામાં આવશે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા દેશભરના યુવાનોને જોડવા માટે 5000 નવા મતદાર પરિષદોનું આયોજન કરશે BJYM આ સંમેલનો 24 જાન્યુઆરીથી શરૂ કરશે ભાજપ જનપ્રતિનિધિ સંમેલનનું પણ આયોજન કરશે. ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં ગૃહમંત્રીએ કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં સખત મહેનતને ઉજાગર કરવી પડશે.
ચૂંટણી બહુ મોટા માર્જિનથી જીતવી પડશે. આપણે એટલી મોટી જીત હાંસલ કરવાની છે કે વિપક્ષી દળો આપણી સામે ઉભા થતા પહેલા 10 વાર વિચારે. સંગઠનને વધુ મજબુત કરવા માટે પાર્ટીને બૂથ લેવલ સુધી વધુ મજબૂત કરવાની રહેશે, 'મેં પોતે પણ બૂથ લેવલના કાર્યકર તરીકે ઘણું કામ કર્યું છે'. આ સિવાય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહને વધુ મોટો બનાવવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો.
ગામડે ગામડે, ઘરે ઘરે જવાનું કહ્યું
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ભાજપના કાર્યકરો દેશને રામમય બનાવવાનો પ્રયાસ કરશે. ગૃહ મંત્રી અમિત શાહે ગામ-ગામ, ઘરે-ઘરે જવાનું કહ્યું, 1 જાન્યુઆરીથી ભાજપના કાર્યકરો ગામડે-ગામડે જશે. અક્ષત વહેચશે, મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન કરશે, મંદિરોમાં દીવા પ્રગટાવવા જેવા કાર્યક્રમોમાં જોડાશે.
સૂત્રોએ જણાવ્યું કે મોદીની જેમ શાહે પણ ચૂંટણીમાં સંગઠનના મહત્વને રેખાંકિત કર્યું હતું અને કહ્યું હતું કે પાર્ટીને એવી 'વિશાળ' જીત મળવી જોઈએ કે વિપક્ષોએ તેને પડકારતા પહેલા બે વાર વિચારવું પડે. વડાપ્રધાને મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબો સુધી પહોંચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, પીએમ એ મહિલા, યુવા, ખેડૂત અને ગરીબો ને દેશની સૌથી મોટી જાતિ ગણાવી જે તેમણે ઘણીવાર અન્ય કાર્યક્રમો માં દેશની ચાર સૌથી મોટી 'જાતિ' તરીકે વર્ણવી ચૂક્યા છે.
'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' સાથે જોડો
અમિત શાહે પાર્ટીના નેતાઓને એવા લોકોને 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' માં વધુમાં વધુ સંખ્યામાં સામેલ કરવા કહ્યું, જેનો ઉદ્દેશ્ય તેમની સરકારની મોટી કલ્યાણકારી યોજનાઓને 100 ટકા પૂર્ણ કરવાનો છે. સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીના ટોચના નેતૃત્વએ જીતવા માટે સીટ નંબરનું કોઈ ચોક્કસ લક્ષ્ય નક્કી કર્યું નથી, પરંતુ 2019ના પ્રદર્શન કરતાં મોટી જીતની ખાતરી કરવા પર ભાર મૂક્યો હતો. અને 2019 ની મત ની ટકાવારી કરતા 10 ટકા વધુ મત મેળવવા એટલે કે 50 ટકા મત મેળવી હેટ્રીક લગાવવાનો નિર્ણય લીધો છે. ભાજપે 2019ની ચૂંટણીમાં લોકસભાના 543 સભ્યોમાંથી 303 બેઠકો જીતી હતી. શાહે વિપક્ષ પર જૂઠાણા નો આશરો લેવા અને નકલી સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકો મોદીને ચૂંટશે અને તેમને કેન્દ્રમાં સતત ત્રીજી ટર્મ આપશે.
બીજેપી ની બે દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક માં બીજેપી નૈઋતવ જે પી નડ્ડા અને પીએમ મોદી એ તમામ ને આદેશ પણ આપ્યો કે, અયોધ્યા ફક્ત એજ વ્યક્તિ જશે જેને આમંત્રણ આપવામાં આવશે. બાકી તમામ સાંસદ,મંત્રી અને નેતા એ પોત પોતાના વિસ્તાર માં મંદિર માં હાજર રહી પૂજા કરશે. તેની જ સાથે રામ મંદિર મામલે બેઠક માં કહેવાયું કે રામ મંદિર નિર્માણ ને લઈ પાર્ટી એ જે પ્રયાસો કર્યા છે તેની જાણકારી જન જન સુધી પોંચાડવામાં આવે. સરકારે ભવ્ય રામ મંદિર માટે જે પણ કાર્ય કર્યા છે તેની જાણકારી પોત પોતાના ક્ષેત્રમાં એક બુકલેટ બનાવી તેને જન જન સુધી પહોચાડે તે નિર્દેશ પણ આપવામાં આવ્યા.
તેના સિવાય વિપક્ષ દ્વારા જે રામ મંદિર નિર્માણ ને રોકવા માટે જે પણ કંઈ કરવામાં આવ્યું તે પણ જનતા ની વચ્ચે જઈ તેમને જણાવવાના નિર્દેશ આપવામાં આવ્યા. તેના સિવાય પીએમ મોદી દ્વારા નક્કી કરાયેલ 50% વોટ શેર મેળવવાની રણનીતિ ને સાબિત કરવા માટે 15 જાન્યુઆરી બાદ દેશભરમાં ત્રણ અલગ અલગ ક્લસ્ટરમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ના તમામ મોટા નેતાઓની જાહેર સભા અને રોડ શો યોજવાની તૈયારી પણ બતાવવામાં આવી.