બ્રિજેશ દોશી, ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 નવેમ્બરના રોજ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે.  લોકડાઉન બાદ અમિત શાહ બીજીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી દિવાળી વખતે ગુજરાતના કચ્છ નજીક આવેલી ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાત લેશે. ગૃહમંત્રી બન્યા બાદ ભારત-પાકિસ્તાન સરહદની તેમની આ પ્રથમ મુલાકાત હશે. આ દરમિયાન તેઓ સુરક્ષા સાથે મુલાકાત કરશે.  


કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાત પહેલાં બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ કચ્છનો પ્રવાસ કરશે.