અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું ફિલ્મીઢબે અપહરણ, પોલીસે માતા-પિતા વિરુધ નોંધ્યો ગુનો!

નારોલમાં રહેતી યુવતીએ વટવાના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. જેની અદાવત રાખીને યુવતીના માતાપિતાએ શનિવાર સવારે યુવતી ઘરની બહાર નીકળી હતી તે સમયે તેના માતાપિતાએ ફોર વ્હીલરમાં જબરજસ્તી બેસાડીને ગાડી હંકારી મૂકી દીધી હતી.

અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું ફિલ્મીઢબે અપહરણ, પોલીસે માતા-પિતા વિરુધ નોંધ્યો ગુનો!

ઝી બ્યુરો/અમદાવાદ: વટવામાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું તેના જ માતા- પિતાએ અપહરણ કર્યું હતું. પતિએ વટવા પોલીસે યુવતીના માતાપિતા વિરુધ ગુનો નોંધ્યો છે.

નારોલમાં રહેતી યુવતીએ વટવાના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. જેની અદાવત રાખીને યુવતીના માતાપિતાએ શનિવાર સવારે યુવતી ઘરની બહાર નીકળી હતી તે સમયે તેના માતાપિતાએ ફોર વ્હીલરમાં જબરજસ્તી બેસાડીને ગાડી હંકારી મૂકી દીધી હતી. આ મામલે યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં યુવતીના માતાપિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે. 

વટવા વિસ્તારમાં રહેતા રવિ ઉ.વ ૨૬ યુવકને નારોલમાં રહેતી રેખા ઉ.વ ૨૩ સાથે પ્રેમ સબંધ બંધાયા બાદ યુવતીએ પરિવારની સહમતી વિના યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. જે મામલે યુવતીના પરિવારજનોએ જાણવાજોગ ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં કરાવી હતી. યુવતી લગ્ન બાદ તેના પતિના ઘરે વટવામાં રહેવા ગઈ હતી. આ બાબતની જાણ યુવતીના પરિવારને થતા શનિવારે સવારે અગિયાર વાગ્યાની આસપાસ યુવતી ઘરના કામ માટે બહાર નીકળી હતી.

તે સમયે તેના માતાપિતા ફોર વ્હીલર ગાડીમાં આવ્યા અને યુવતીનું અપહરણ કરીને જતા રહ્યા હોવાનો બનાવ બન્યો છે. પત્ની ઘણા સમય સુધી ઘરે પાછી નહી આવતા પતિએ આસપાસમાં શોધખોળ હાથ ધરી પરંતુ યુવકને તેની પત્ની મળી આવી ન હતી. જેથી આખરે આ મામલે યુવકે તેની પત્નીનું અપહરણ થયા હોવાનું ફરિયાદ વટવા પોલીસ મથકે નોંધાવતા પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news