પ્રશાંત ઢીવરે/સુરત: રેલવે પોલીસ કર્મચારીઓ માટેના આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ બાદ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારને અપીલ પણ કરી. સંઘવીએ કહ્યું કે, આ આવાસને કર્મચારીઓના પરિવાર સરકારી આવાસ નહીં, પરંતુ પોતાનું ઘર સમજે અને સ્વચ્છતા જાળવે. સાથે મહિલાઓને ટકોર કરી કે, જો તમારા પતિ પાનની પિચકારી મારે તો તેમને સીધા કરજો. અને જો કાંઈ જરૂર પડે તો મને કહેજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોડ પર પાથરણા માટે ખાસ સૂચન
ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા બનાવાયેલ આવાસનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના કર્મચારીઓને આવાસ ફાળવવામાં આવશે. રોડ પર પાથરણા નાખી લોકો દિવાળીનો સામાન વેંચતા હોય તો તેમની વ્યવસ્થા કરવા ગૃહ મંત્રીએ તમામ પીઆઈઓને સૂચન કરવામાં આવ્યું છે.


હર્ષ સંઘવીના હસ્તે પોલીસ આવાસ નિગમનું લોકાર્પણ
આજ રોજ વરાછા ખાતે ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા બનાવાયેલ આવાસનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. કાર્યકર્મમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસની રેલવે યુનિટને અભિનંદન પાઠવ્યું હતું. રેલવે પોલીસ લોકો ની સેવા કરે છે રેલવે પોલીસ મદદગાર છે. સુરત અમદાવાદ બરોડા સહીત ન સ્ટેશનો પર થતા ગુન્હા બનતા અટકાવવા રેલવે પોલીસ કામ કરે છે. તમામ ભાષા બોલનાર લોકો રેલવે સ્ટેશન પર આવતા હોય છે. રેલવે પોલીસે આ તમામ ભાષા બોલનાર લોકો સાથે કામ કરે છે. તમામનો ખ્યાલ રાખે છે. 


એક વર્ષમાં રેલવે પોલીસે 11 કેસ કરી 13 આરોપી પકડી 188 કિલો ગાંજો પકડ્યો
વધુ જણાવાયું હતું કે માતાઓ નાના નાના બાળકો જોડે મુસાફરી કરે છે. ત્યારે બાળક ભીડભાડમાં ખોવાઈ જાય છે. તેને રેલવે પોલીસ શોધી લાવે છે. 210 બાળકોને રેલવે પોલીસે શોધી કાઢ્યા હતા.139 બાળકો 14 વર્ષ નીચેના છે. ગુજરાત પોલીસ ડ્રગ વિરુદ્ધ લડાઈ લડી રહી છે. રેલવે પોલીસે પણ આ મામલે કાર્યવાહી છે. માત્ર એક વર્ષમાં રેલવે પોલીસે 11 કેસો કરી 13 આરોપી પકડી 188 કિલો ગાંજો પકડી કામગીરીઓ કરી છે. 341 ટ્રેનો સુરતથી પસાર થાય છે. પોણા 2 લાખ પેસેન્જરો તેમાં મુસાફરી કરે છે, તેની સુરક્ષા રેલવે પોલીસ કરે છે. 


કુંભઘડો મુકો ત્યારે મનમાં સરકારી મકાન નહિ, સપનાનું ઘર સમજી કરો
વધુ જણાવાયું હતું કે સરકારી આવાસમાં કુંભઘડો મુકો ત્યારે મનમાં સરકારી મકાન નહિ પરંતુ સપનાનું ઘર સમજી પૂજા કરજો.આખું પરિસરમાં સફાઈ રાખજો.ગૃહિણીઓને ગૃહમંત્રીની અપીલ સરકારી મકાન માં પોલીસ કર્મી પતિ પાન ની પિચકારી મારે તો બરાબર કરી લેજો સીધા કરી નાખજો. કોઈ જરૂર પડે તો મને કહેજો. 


પાથરણા વાળા પાસે ખરીદી કરજો
રેલવેમાં અસામાજિક તત્વો ની કામગીરી ચલાવી લેવામાં આવશે નહીં.તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.તમામ પોલીસ સ્ટેશન ના પીઆઇઓ પાલિકા ના અધિકારીઓ સાથે મળી રોડ પર પાથરણા નાખી લોકો દિવાળીનો સામાન વેંચતા હોય તો તેમની વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવયુ છે.ટ્રાફિક નું અડચણ રૂપ ના થાય તે માટે પણ ધ્યાન રાખી વ્યવસ્થા કરવી.આ દિવાળી માં સૌ સાથે મળી ઉજવણી કરો. પાથરણા વાળા પાસે ખરીદી કરજો


કાલે ગાંધીનગર માં ઘરે ઘરે ફરી કપડા કલેક્ટ કરી ગરીબો ને આપવામાં આવ્યા. લોકોએ કપડાની સાથે કપડાની સાથે દીવડા અને ફટાકડા પણ આપ્યા હતા. એ ગરીબો સુધી આપવામાં આવ્યા. ગરીબોની દિવાળીમાં રોશની કઈ રીતે આવે તેની કાળજી લેવી છે. આસપાસમાં દિવ્યાંગ સ્કૂલો અને અનાથ આશ્રમમાં દિવાળીનો ઉજવણી કરો. તેમના માતા પિતા ન હોય તેવા બાળકોના ભાઈ બેન બની દિવાળી ઉજવો. સુરત શહેર દિલવાલાનું શહેર છે. ગરીબ લોકોની દિવાળી પણ ઉજવશે.