પોલીસના ગ્રેડ-પે મુદ્દે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ મુકનારનું આવી બનશે! જાણો ગૃહરાજ્ય મંત્રીએ શું કહ્યું
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને ધરણા આપી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસ વિભાગ તરફથી એક અગત્યની સુચના આપવામાં આવી છે. પોલીસના ગ્રેડ-પે મામલે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરનારી પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રેડ પે બાબતે પોલીસ કર્મચારીઓનું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરશે? સ્ટાફ સાથે પરિવાર પણ મેદાને...
પોલીસ વિભાગ દ્વારા એવી પણ સુચના આપવામાં આવી છેકે, ગુજરાત પોલીસનું નીચું દેખાડવા અન્ય રાજ્યની સાથે ગુજરાતની ખોટી સરખામણી થઈ રહી છે. જે અંગે પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી સાતમાં પગારપંચ પ્રમાણે ચૂકવણી થતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જે પ્રમાણે ગેરમાર્ગે દોરી રહેલા તત્વો સામે કાયદાકીય પગલાં લેવાઈ શકે છે... પોલીસ અધિકારીએ અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાત પોલીસને પગાર ઓછો હોવાની વાતને ભ્રામક ગણાવી છે અને સરકાર રાજ્યના પોલીસકર્મીઓને પગાર ભથ્થા સાથે અન્ય સુવિધાઓ આપતી હોવાનું જાહેર કર્યું છે.
'પાટીલ સાહેબ પાસે પાલિકાએ કરેલી કામગીરીના આંકડા નહી હોય, વડોદરાએ સૌથી વધુ ઢોર પકડ્યા'
પોલીસના ગ્રેડ-પેના આંદોલન અંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, કોઈપણ વિષય અંગે યોગ્ય રીતે અમારી પાસે મૂકવામાં આવ્યા હોય તો અમે ખૂબ હકારાત્મક અભ્યાસ કરતા હોઈએ છીએ. આ સંદર્ભે આજે ફરી સમગ્ર કેસની તપાસ કરીને નિવેદન આપવામાં આવશે, તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું. સોશિયલ મીડિયા પર ગ્રેડ-પે મુદ્દે ચાલી રહેલા આંદોલનને લઈને રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, જે કોઈ મુદ્દા છે તે અમારા ધ્યાને આવ્યા છે. તે બાબતે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જરૂરી પરિબળો સાથે ચર્ચા કર્યા બાદ સકારાત્મક પગલા લેવાશે. હર્ષ સંઘવીએ કહ્યુ કે, અમે આ મુદ્દાને પોઝિટિવ રીતે જોઈશું.
ઉલ્લેખનીય છેકે, સોમવારે ગાંધીનગર ખાતે વિધાનસભાના પગથિયા પર એક પોલીસ કર્મચારી ધરણા પર બેઠો હતો. વિધાનસભામાં ધરણા પર બેસીને પોતાની વ્યથા રજૂ કરતા હાર્દિક પંડ્યા નામનો હેડ કોન્સ્ટેબલ રડી પડ્યો હતો. હાર્દિક પંડ્યા નામનો હેડ કોન્સ્ટેબલ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ત્યારબાદ સેક્ટર 7 પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે, હાર્દિકની ધરપકડ બાદ પોલીસકર્મીઓના આંદોલને વધુ જોર પકડ્યું છે. અને આજે મંગળવારે પોલીસ સ્ટાફની સાથે હવે હવે તેમનો પરિવાર પણ ગાંધીનગર ખાતે મેદાનમાં ઉતર્યો છે.
સાઉથની ફિલ્મની જેમ ગાડીઓ ભરીને આંધ્રની એજન્સીના અધિકારીઓ ગોધરા કેમ આવ્યાં? જાણો
એસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં..? સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube