અમદાવાદ : BRTS દ્વારા થતા અકસ્માત (Accident) મામલે રાજય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. અમદાવાદ અને સુરતમાં છાશવારે BRTS અકસ્માત (Accident) અને મોતના કારણે સામાન્ય જનતા સાથે વધતા સંઘર્ષના બનાવોને ધ્યાને લઇને સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ગૃહરાજ્યમંત્રીએ પોતે આ મુદ્દાને ગંભીરતાથી લેતા અમદાવાદનાં કેટલાક ગીચ વિસ્તારોની ટ્રાફીક વ્યવસ્થાપન અને રૂટ નિરિક્ષણ કરશે. જેમાં અમદાવાદનાં ત્રણ BRTS રૂટ પાંજરાપોળ, વાળીનાથ ચોક અને દિલ્હી દરવાજા વિસ્તારમાં ગૃહરાજ્યમંત્રી પોતે નિરીક્ષણ કરશે. બપોરે 12 વાગ્યે તબક્કાવાર ત્રણેય રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિત્યાનંદ આશ્રમ કેસમાં નવો વળાંક, મિસિંગ નિત્યનંદિતાનું નેપાળ કનેક્શન આવ્યું સામે

અકસ્માત (Accident)નાં કારણો, બસની સ્પીડ અંગે ગૃહરાજ્યમંત્રી તબક્કાવાર નિરિક્ષણ કરશે. પોલીસ અને ટ્રાફિક વિભાગ સંકલ સાધીને BRTSમાં અકસ્માત (Accident) નિવારવા અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત આકરા દંડની જોગવાઇ અંગે પણ ચર્ચા હાથ ધરાવામાં આવી છે. BRTSનાં રૂટ પર વાહન લઇ જતા કોઇ પણ વાહન ચાલક પાસેથી લઘુત્તમ 1500 થી 2000 રૂપિયા દંડ વસુલવામાં આવે તે અંગે પણ ચર્ચા થઇ હતી. આ ઉપરાંત કેટલાક સંજોગોમાં સીસીટીવીની બેન્ડવિથ નહી મળતી હોવાની બાબત પણ ધ્યાને આવી છે. કન્ટ્રોલ સેન્ટર સાથે પણ આ અંગે સમન્વય સાધવામાં આવશે.


Video : એક યુવકે માતાના માંડવામાં ગાઈ રહેલા કલાકારને સટાસટ થપ્પડ લગાવ્યાં
સતત અકસ્માતો સર્જી રહેલી BRTSની સુરક્ષા હવે બાઉન્સર્સના હવાલે
ઉચ્ચ લેવલની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradip sinh jadeja) ઉપરાંત કેબિનેટ મંત્રીઓ અને અમદાવાદના વિવિધ ધારાસભ્યો ઉપરાંત રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝા, વાહનવ્યવહાર અગ્ર સચિવ સુનયના તોમર, શહેર ટ્રાફીક પોલીસ વડા, શહેર પોલીસ વડા સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે આ સમસ્યાનાં નિવારણ માટે પોતાના તરફથી કેટલાક સુચનો કર્યા હતા. જેનું સંકલન સાધીને BRTS અને અકસ્માત (Accident) નિવારી શકાય તેમાટેની પ્રવૃતી ચાલે છે. 


તત્વપ્રિયાએ એફિડેવિટ કરીને કહ્યું, અમે સેફ છીએ, અમારું અપહરણ નથી થયું...’

આ મુદ્દે રાજ્યસરકાર સાથે પરામર્શ કરવામાં આવ્યો છે. BRTSમાં બાઉન્સર રાખવા મુદ્દે મેયરનું નિવેદન સામે આવ્યું હતું. પોલીસ સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. પોલીસે પુરતા સ્ટાફની બાંહેધરી આપી છે. આગામી દિવસોમાં પોલીસ સાથે સંકલન સાધ્યા બાદ BRTS કોરિડોરમાં કોઇ વાહન ન પ્રવેશે તે અંગે પગલા લેવામાં આવશે. ભવિષ્યે આ પ્રકારની કોઇ ઘટના ન બને તે અંગે પગલા લેવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube