આવ્યાં છો તો જમીને જજો! સચિવાલયમાં આ મંત્રીને ત્યાં રજૂઆત માટે જાઓ તો જમ્યાં વિના નથી જવા દેતાં!
સબકા સાથ સબકા વિકાસ! ગુજરાત સરકારના એક મંત્રી એવા પણ છે જે તેમને મળવા આવેલાં કોઈપણ રજૂઆત લઈને આવેલાં તમામ લોકોને જમાડીને જ ઘરે મોકલે છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં આ પ્રકારની એક નવી પરંપરા શરૂ કરીને આ મંત્રીએ એક સત્તાધિશ તરીકે ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે ગુજરાતની કોઈપણ વ્યક્તએ કોઈ સરકારી વિષયક પ્રશ્નના નિવારણ માટે સરકારનો સંપર્ક કરવો હોય તો એ દર સોમ- મંગળવારના રોજ કરી શકે છે. દર સોમ- મંગળવારે સચિવાલયમાં લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત લઈને આવતા હોય છે. જેમાં તેઓ સરકારના વિવિધ વિભાગના મંત્રીઓને પોતાની રજૂઆત કરી શકે છે. આ પરંપરા તો સચિવાલયમાં વર્ષોથી ચાલતી આવી છે. પણ આ પ્રથાની વચ્ચે શરૂ થઈ છે એક નવી પ્રથા. ગુજરાત સરકારના એક મંત્રી એવા પણ છે જે તેમને મળવા આવેલાં કોઈપણ રજૂઆત લઈને આવેલાં તમામ લોકોને જમાડીને જ ઘરે મોકલે છે.
આ પણ ખાસ વાંચોઃ કિસકી મજાલ જો છેડે દિલેર કો...ગુજરાતના આ ગામની સાત સિંહો કરે છે સિક્યોરિટી!
આ પણ ખાસ વાંચોઃ કોણ છે એ ગુજરાતી ગાયિકા જેનું ગીત PM મોદીને પણ ખુબ ગમે છે? Photos Viral
આ પણ ખાસ વાંચોઃ જરા દૂરથી આવ્યા છો તો જમીને જ જજો! ગુજરાતના આ મંત્રી પાસેથી શીખો, નવો ચીલો ચાતર્યો
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં આ પ્રકારની એક નવી પરંપરા શરૂ કરીને આ મંત્રીએ એક સત્તાધિશ તરીકે ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. આ બીજા મંત્રીઓએ પણ અનુકરણ કરવું જોઈએ. ગાંધીનગર આવતો દરેક વર્ગ અમીર નથી હોતો, જ્યારે કોઈ પણ અવાજ નાં સાંભળે ત્યારે કેટલાક ન્યાયની આશાએ છેક ગાંધીનગર સુધી લાંબા થાય છે. એમાં યે વળી કેટ કેટલાય સુરક્ષા ચક્રો ભેદીને પહોંચે ત્યારે 11 વાગી જાય છે. માંડ અંદર પહોંચે અને બહાર નીકળે તો ફરી અંદર ન જવાય એટલે ઘણા અહીં આવીને આખો દિવસ ભૂખ્યા રહે છે. આ સૌ કોઈ જાણે છે પણ હર્ષ સંઘવી એ એક નોખા મનનો વ્યક્તિ છે. એ પ્રજાની નાડને સારી રીતે પારખે છે. એટલે જ એમને એમના મંત્રાલયમાં આવતા લોકોને ભોજન કરાવવાની નેમ લીધી છે.
આ પણ ખાસ વાંચોઃ આંગણવાડીની લાખો બહેનો કર્મચારી જ ગણાશે, આંગણવાડી વર્કરને મળશે ગ્રેચ્યુઈટી
આ પણ ખાસ વાંચોઃ ભાડુઆત કોઈપણ રીતે નહીં પચાવી શકે મકાન કે મિલકત! જાણો હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
આ પણ ખાસ વાંચોઃ કૂતરા રમાડવાનો શોખ હોય તો સોસાયટી સાફ કરવાની તૈયારી રાખજો! જાણો કોર્ટનો ચુકાદો
અહીં વાત થઈ રહી છે ગુજરાત સરકારના સૌથી નાની ઉંમરના પણ મોટી સમજ ધરાવતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની. એવું કહેવાય છે કે, આ જૈન ગૃહ રાજ્યમંત્રીએ તેમના સ્ટાફને ચોખ્ખી સુચના આપીને રાખી છે કે, આપણી ઓફિસમાં રજૂઆત કરવા આવેલાં કોઈ જમ્યાં વિના ના જવા જોઈએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ત્યાં રજૂઆત લઈને આવેલાં રાજ્યના દરેક ખૂણાના વ્યક્તિને ફરજિયાત જમાડીને જ મોકલવામાં આવે છે. તેના માટે તેમણે પોતાના સ્ટાફને અલગથી જવાબદારી આપીને રાખી છે. તેમનો સ્ટાફ પણ આ બાબતનું ખાસ ધ્યાન રાખે છે.
આપણે ત્યાં વર્ષો પહેલાંથી એવી પ્રજા ચાલતી આવે છેકે, આંગણે આવેલો અતિથિ ભૂખ્યો તરસ્યો ન જવો જોઇએ. કંઈક આવી જ પ્રજા હવે ગુજરાત સરકારના સચિવાલયમાં ચાલુ થઈ છે. જ્યાં ગૃહ રાજ્યમંત્રીને મળવા આવતા તમામ લોકોને જમાડીને જ મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છેકે, વિવિધ મંત્રીઓની ઓફિસમાં દર સોમ-મંગળવારે વિવિધ રજૂઆતો સાથે લોકોના ધાડે ધાડા ઉમટતા હોય છે. પરંતુ જેટલા પણ લોકો ગૃહ રાજ્યમંત્રીની ઓફિસમાં આવે છે એ તમામને સચિવાલયની કેન્ટીનમાં જમાડીને પરત મોકલવાની સ્પષ્ટ સૂચના હર્ષ સંઘવી દ્વારા આપવામા આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એવું માને છેકે, લોકો દૂર દૂરથી સરકાર પાસે પોતાની સમસ્યાઓ લઈને રજૂઆત માટે ભૂખ્યાં તરસ્યા આવતા હોય છે. ત્યારે તેમની સમસ્યાઓનું નિવારણ કરાવાની સાથે આપણે આંગણે આવતા અતિથિને જમાડીને મોકલાની પણ આપણી ફરજ છે. કંઈ આ પ્રકારની નેમ સાથે તેમણે આ પ્રજા શરૂ કરાવી છે. જેથી તેમની ઓફિસમાં કામ થવાની બાંહેધરીની સાથે સાથે ભોજન પણ પીરસાય છે.
એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી ઓફિસમાં હાજર ન હોય તો પણ ત્યાં આવી ચઢેલાં અતિથિને હંમેશા મીઠો આવકાર અપાય છે. અહીં આવનાર દરેક વ્યક્તિ અતિથિ સમાન ગણાય છે. દૂર ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલો સમાજના છેવાડોનો માનવી પણ અહીં એક અતિથિની જેમ માનપાન સાથે જમીને અને પોતાની સમસ્યાનું સમાધાન થઈ જશે તેની હૈયાધારણા સાથે પરત ફરે છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાતીઓને ઘરની જેમ આવકારીને સારી રીતે વિદાય આપવાની જવાબદારી તેમના અંગત સ્ટાફને સોંપાઇ છે. કોઇપણ સામાન્ય માણસ તેની નાની કે મોટી રજૂઆત સાથે છેક ગાંધીનગર સુધી કેટલી તકલીફો સાથે પહોંચે છે, એ વિચારવાની-સમજવાની સંવેદનશીલ દ્રષ્ટિકોણ તમામ લોકોમાં જોવા મળતો નથી. દૂર-દૂરથી કામ અર્થે ભૂખ્યા તરસ્યા મંત્રી ઓફિસ સુધી રઝળતા સામાન્ય લોકો પ્રત્યેની જૈન ગૃહપ્રધાનની આ સંવેદનશીલતા હાલ તો અન્ય મંત્રીઓ માટે પ્રેરણારુપ બની છે.