કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાને ભાજપમાં આવવા ગૃહરાજ્યમંત્રી કરી ઓફર
કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાએ રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, મંત્રી મંડળમાં મહિલાઓને મંત્રી બનાવવા માગો છો કે કેમ? આ સવાલનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીએ તેમને ભાજપમાં આવવાની ઓફર કરી છે.
બ્રિજેશ દોશી, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરી સતત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાએ રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, મંત્રી મંડળમાં મહિલાઓને મંત્રી બનાવવા માગો છો કે કેમ? આ સવાલનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીએ તેમને ભાજપમાં આવવાની ઓફર કરી છે.
વધુમાં વાંચો:- IAS અધિકારી ગૌરવ દહિયા કેસમાં સીએમ રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
કોંગ્રેસ વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ સરકારને ઘેરવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેને રાજ્ય સરકારના મંત્રી મંડળમાં 33 ટકા મહિલાઓને મંત્રી બનાવવા માંગો છો કે કેમ? તેવો સવાલ કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જવાબ આપતા દાવો કર્યો.
ગૃહ રાજ્યમંત્રી જણાવ્યું હતું કે, ભાજપે લોકસભા ચૂંટણીમાં સૌથી મહિલાઓને ટિકિટ આપી છે અને મહિલા સાંસદો જીત્યા પણ છે. આ સાથે જ ચંદ્રિકાબેન બારૈયાને ભાજપમાં આવવા ઓફર આપતા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, તમારે પણ આવવું હોય તો આવી શકો છો ભવિષ્ય ઉજ્જવળ છે.
જુઓ Live TV:-