IAS અધિકારી ગૌરવ દહિયા કેસમાં સીએમ રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

દિલ્હીની એક મહિલાએ ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી તેમજ શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. ત્યારે આઈએએસ અધિકારી ગૌરવ દહિયાના કેસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.

IAS અધિકારી ગૌરવ દહિયા કેસમાં સીએમ રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

હિતલ પારેખ, ગાંધીનગર: દિલ્હીની એક મહિલાએ ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી તેમજ શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. ત્યારે આઈએએસ અધિકારી ગૌરવ દહિયાના કેસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ રિપોર્ટના આધારે આઇએએસ અધિકારી સામે પગલાં લેવામાં આવશે.

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં દિલ્હીની લિનુ સિંહ નામની મહિલાએ ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાની તેમજ મારી સાથે શારિરીક શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. મહત્વનું છે, કે આ અંગે IAS અધિકારી ગૌરવ દહિયાએ પણ ગાંધીનગર ખાતે મહિલા વિરૂદ્ધ બ્લેકમેલની અરજી કરી છે. અને મહિલા દ્વારા કરવામાં આવેલા વાયરલ ફોટા ખોટા છે, મહિલાએ ફોટા વાયરલ કરીને મારી પાસે રૂપિયાની માગણી કરી છે. બ્લેકમેલ કરીને મહિલા મારી પાસે રૂપિયા પડાવી રહી છે. આ મહિલાનું નામ લીનું સિંઘ છે અને તેમણે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે.

તો બીજી બાજુ મહિલા દ્વારા દાવો કરવામાં આવ્યો છે, કે ગૌરવ દહિયાએ સાથે તેની મુલાકાત વર્ષ 2017માં સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકના માધ્યમથી થઇ હતી. ત્યારબાદ બંન્ને દિલ્હીની શાગીલા હોટલમાં મળ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો કે, ગૌરવ દહીયા પરણિત હોવા છતાં મારી સાથે સબંધ બાંધ્યા હતા. આ મામલે દિલ્હી પીડિત મહિલાએ ફરિયાદ કર્યા બાદ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા આખી રાત પોતા ગાંધીનગર સ્થિત સરકારી નિવાસ સ્થાન ન આવ્યા. અધિકારી ગાંધીનગરથી ગુમ થયા હોવાની ચર્ચાઓ પણ છે.

તો બીજી તરફ પોતાની સામે કેસની ગંભીરતાને જોતા કાયદાકીય સલાહ લેવામાં વ્યસ્ત હોવાની ચર્ચા ચાલી રહી છે. ગાંધીનગર સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગની પોતાની ફરજ પરના સ્થળથી પણ ગઈકાલે બપોર બાદ અધિકારી ગાયબ છે. દિલ્લીની મહિલાની ફરિયાદના પગલે રાજ્યના આઇએએસ અધિકારી ગૌરવ દહિયાની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ત્યારે આઈએએસ અધિકારી ગૌરવ દહિયાના કેસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ રિપોર્ટના આધારે આઇએએસ અધિકારી સામે પગલાં લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સરકારની એક સમિતિ પણ તપાસ કરી રહી છે. બે લગ્ન કરવાની બાબત અતિ ગંભીર હોવાથી સરકાર તપાસ કરી પગલાં લેશે. ગૌરવ દહિયાને શો કોઝ નોટિસ આપી શકે છે. તો બીજી તરફ આવતા સપ્તાહે ગાંધીનગર પોલીસ દિલ્હી જઈ મહિલાનું નિવેદન લેશે. ત્યારબાદ પોલીસ આઇએએસ ગૌરવ દહિયાનું નિવેદન લેશે. હાલ આ અરજી બાબતે કોઇપણ ફરિયાદ નોંધવામાં આવશે નહીં. ગાંધીનગર પોલીસ દ્વારા પીડિત મહિલા અને ગૌરવ દહિયાના નિવેદનો લીધા બાદ તથ્યોના આધારે જરૂર જણાશે તો ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી કરશે. ત્યારે પોલીસ હાલ આ કેસની પ્રાથમિક વિગતો મળવી રહી છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news