યોગિન દરજી, નડિયાદ: નડિયાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હોમ ક્વોરન્ટાઈન કરાયેલું દંપત્તિ પોતાના ઘરેથી જ ફરાર થઈ ગયું છે. દંપત્તિના ઘરે ખંભાતી તાળું જોવા મળતા તંત્ર ચોંક્યું અને દોડતું થયું છે. વોર્ડ પેટ્રોલિંગની ટીમ સ્થળ પર પહોંચી છે અને આ અંગે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દંપત્તિ આણંદથી આવેલું હતું અને તેને હોમ ક્વોરન્ટાઈન કરાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં જો 500 કેસ સામે ન આવ્યાં હોત તો 2 લાખ નવા કેસ થાત: મ્યુ.કમિશનર 


અત્રે જણાવવાનું કે ખેડાના નડિયાદમાં પણ હવે કોરોનાના કેસ જોવા મળી રહ્યાં છે. ખેડામાં કોરોનાના 3 કેસ જોવા મળ્યાં છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસ 1021 પર પહોંચી ગયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ આજે રાજ્યમાં કોરોનાના નવા કેસો અને જિલ્લાવાર કોરોનાના કેસો અંગે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે ગઈ કાલ સાંજ બાદ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 92 કેસ નવા નોંધાયા છે. જ્યારે બે વ્યક્તિના મોત થયા છે. નવા 92 કેસમાંથી સૌથી વધુ 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા 1021 થઈ છે. 


કયા જિલ્લામાં કેટલા કેસ?
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું કે  નવા જે 92 કેસ નોંધાયા છે તેમાંથી 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 14, વડોદરામાં 9, આણંદ જિલ્લામાં એક, ભરૂચમાં 8 નવા કેસ, બોટાદમાં


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube