AMC કમિશ્નરઅને કોર્પોરેટર વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો !
આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશમાં વહીવટી તંત્ર અને શાષક પક્ષ વચ્ચે ચાલતો આંતરીક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોલન ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમીક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશ્નરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો.
અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશમાં વહીવટી તંત્ર અને શાષક પક્ષ વચ્ચે ચાલતો આંતરીક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોલન ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમીક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશ્નરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો.
વડોદરા પોલીસનું ફિલ્મી પગલું: નવલખી દુષ્કર્મના આરોપીના 8 દિવસના રિમાન્ડ
આ અંગે ભાજપી સભ્યોએ એકસાથે રજૂઆત કરતા કમિશનર મિટીંગ છોડીને જતા રહેવાની વાત કરી. જેથી મામલો વધુ ગરમાયો. મળતી માહિતી અનુસાર મ્યુનિસિપલ કમિશ્નરે વિજય નેહારાએ ઇંગ્લીશ શબ્દપ્રયોગ કરી ભાજપી સભ્યો સાથે ભારે અશોભનિય વર્તન કર્યુ હોવાના આરોપ પણ ભાજપી સભ્યોએ લગાવ્યા. કોર્પોરેટરોએ કહ્યું કે પ્રજાના પ્રશ્નો લઈને ગયા હોવા છતાં કમિશનર સાંભળતાં નથી. 2017થી રોડના કામ સરખા ન થયા હોવાનું કોર્પોરેટર રશ્મિકાંતભાઈએ લિસ્ટ બતાવતા કમિશનર ઉગ્ર બની ગયા હતા.તેમજ શાસક પક્ષના નેતા અમિત શાહના નેતૃત્વમાં 22 કોર્પોરેટરોએ સુરેન્દ્ર કાકા સાથે મુલાકાત કરીને તેમને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા.
અમરેલીનાં ખેડૂતોને દિવસે અપાશે વિજળી, રાની પશુઓની રંઝાડથી મળશે મુક્તિ
પાટણ : સહાય વધારવાની માંગ સાથે ખેડૂતો સરપંચ સહિત ધરણા પર બેઠા
જ્યારે પૂર્વ મેયર કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા અમિત શાહે જણાવ્યું કે, પૂર્વ મેયર મીનાક્ષી બહેને રોડ અંગે રજૂઆત કરી હતી. વહીવટી તંત્રના અધિકારીઓના વર્તનના કારણે આજે વિરોધ કરતા ત્રણ કમિટીઓ મોકૂફ રાખવામાં આવી છે. જેમાં રોડ એન્ડ બિલ્ડીંગ, ટેક્સ, વોટર સપ્લાય કમિટીનો સમાવેશ થાય છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી ફક્ત ભાજપના કોર્પોરેટર જ નહી, પરંતુ મેયર અને ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન , શાષક પક્ષ નેતા અને દંડક સહીતના મુખ્ય પાંચ હોદ્દેદારોનું પણ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા સામે શીતયુધ્ધ ચાલી રહ્યુ છે.
અલગ ભિલિસ્તાન અને રાઠવા જાતીને આદિવાસીઓમાં ભેળવવાની માંગ સાથે આંદોલન
કોર્પોરેશન તંત્રમાં એ પણ ચર્ચાઓ છે કે શહેરના કોઇપણ મોટા પ્રોજેક્ટના અમલીકરણ કરતા પહેલા કમિશ્નર આ શાષકોને વિશ્વાસમાં જ નથી લેતા. હાલમાં સીજી રોડ નવીનીકરણ પ્રોજેક્ટ, જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ જેવા મુદ્દે પણ કમિશ્નરે શાષકોને કોઇજ માહિતી આપી ન હતી. મહત્વનુ છેકે કમિશ્નરના આ પ્રકારના વર્તનની કેટલીય વાર ભાજપમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ મ્યુનિસિપલ કમિશ્નર પર મુખ્યમંત્રીની સીધી સૂચનાથી નિમણૂંક થઇ હોવાથી કમિશ્નર ભાજપના નેતાઓને તેમનુ સ્થાન બતાવી દે છે. પરંતુ હવે ભાજપી સભ્યોએ આ કમિશ્નર સામે ખુલ્લેઆમ મોરચો ખોલી દીધો છે. એએમટીએસ બસોને બીઆરટીએસ કોરીડોરની બહાર ચલાવવાના નિર્ણય અંગે પણ કમિશ્રરે ખૂદ એએમટીએસ કમિટીને ચેરમેન સાથે કોઇ વાત કરી ન હોવાથી તેઓએ પણ પોતાની વ્યથા રજૂ કરી.
Leopard Attack: શાળા બહાર આદમખોર દીપડો અને અંદર ધડકતા હૈયે ચાલતું ભણતર...
આ સમગ્ર મામલે બચાવની સ્થિતિમાં આવેલા મ્યુનિસિપલ કમિશનરે કામો બતાવવા ડેપ્યુટી કમિશનર પાસે ખુલાસા કરાવ્યા હતા. જેને પગલે ડે.કમિશનર આર.કે.મહેતાએ પત્રકારોને બોલાવીને ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. જેમાં 2017માં રોડ મામલે 9 કરોડની રકમ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલી હતી. 3 કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા. ચાર જેટલી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. 91 રસ્તા હતા 100 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા.આવતા વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે. તેવામાં શાષક પક્ષનો વહીવટી વડા સાથનો વિખવાદ જે રીતે જાહેરમાં આવી ગયો છે, તેને જોતા ભાજપના વિકાલલક્ષી કાર્યોના અમલીકરણના એજન્ડા ઉપર મોટી અસર કરી શકે છે. ત્યારે જોવાનુ છે કે આ વિવાદ બાદ કોણો હાથ ઉપર રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube