નિલેશ જોશી/વલસાડ : જિલ્લાના વાપીમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકનો ફ્લેટમાં અશ્લીલ વીડિયો બનાવી 5 લાખ માંગવામાં આવ્યા હતા. મહિલાએ યુવકને પ્રેમજાળમાં ફસાવી ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ સરકાર આવશે તો દારૂબંધી હટશે? કોંગ્રેસનાં દિગ્ગજ નેતાએ કર્યો આડકતરો ઇશારો


વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા એક ઈસમ ઉપર થોડા સમય પહેલા એક મહિલાનો ફોન આવ્યો હતો. યુવક મહિલાને ઓળખતો ન હોવાથી રોંગ નંબર જણાવી ફોન કાપી નાખ્યો હતો. મહિલાએ થોડા દિવસ બાદ ફરી ફોન કરી મિત્રતા બાંધી હતી. ત્યાર બાદ સંબંધ ગાઢ થતા યુવકને દમણના એક ફ્લેટમાં મળવા બોલાવ્યો હતો. જ્યાં મહિલાએ તેના સીથી સાથે મળીને યુવકનો અશ્લીલ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી 5 લાખની ખંડણીની માંગણી કરી હતી. 


GUJARAT CORONA UPDATE: નવા 58 કેસ, 56 દર્દી સાજા થયા, 1 નાગરિકનું મોત


ઘટનામાં યુવકને મહિલા અને એક પુરુષ વારંવાર ફોન કરી તેને બ્લેકમેલ કરતો હતો. ધમકીઓ આપવામાં આવતી કે, તારો વિડિઓ વાઇરલ કરી દઇશું અથવા તારા પરિવારને બતાવી દઇશું. જોકે બાદમાં ત્રાસી ગયેલા યુવક વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા લલિત સોનીની ધરપકડ આગળની તપાસ હાથ ધરીને ફરી સક્રિય થયેલી હની ટ્રેપ ગેંગને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. 


હેડક્લાર્કનું પેપર પણ લીક? યુવરાજસિંહે મીડિયા સમક્ષ આવીને કર્યા ચોંકાવનારા ખુલાસા


આ ઘટનામાં મહિલાએ લલિત નામના શખ્સ પણ હતો. જે જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. વાપી વિસ્તારમાં પોલીસે લલિતની ધરપકડ કરી છે. આગળની તપાસ હાથ ધરી છે. લલિતની કોર્ટમાં રજૂ કરતા લલિતના 16 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પણ પોલીસે મેળવ્યા છે. હાલ આ કેસમાં મહિલા ફરાર છે. જેને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube