કોંગ્રેસ સરકાર આવશે તો દારૂબંધી હટશે? કોંગ્રેસનાં દિગ્ગજ નેતાએ કર્યો આડકતરો ઇશારો

ગુજરાતમાં દારૂબંધી એક ખુબ જ વિવાદિત મુદ્દો રહ્યો છે. આ વિવાદમાં અનેક નેતાઓ દારૂ બંધી અંગે તો કેટલાક દારૂબંધી હટાવવાનાં પક્ષમાં પણ નિવેદનો આપી ચુક્યાં છે. જો કે મોટાભાગનાં નેતાઓ દારૂબંધી વિરુદ્ધ જ મંતવ્ય આપતા રહ્યા છે. પરંતુ આજે ગુજરાત કોંગ્રેસનાં ઉચ્ચ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા વિવાદિત નિવેદન અપાયું હતું. અમદાવાદમાં યોજાનારી આર.જી પ્રીમિયર લીગના ઉદ્ધાટન સમયે ભરતસિંહે આડકતરી રીતે અમારી સરકાર આવે તો દારૂબંધી હટાવવાનો ઇશારો કર્યો હતો. 
કોંગ્રેસ સરકાર આવશે તો દારૂબંધી હટશે? કોંગ્રેસનાં દિગ્ગજ નેતાએ કર્યો આડકતરો ઇશારો

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી એક ખુબ જ વિવાદિત મુદ્દો રહ્યો છે. આ વિવાદમાં અનેક નેતાઓ દારૂ બંધી અંગે તો કેટલાક દારૂબંધી હટાવવાનાં પક્ષમાં પણ નિવેદનો આપી ચુક્યાં છે. જો કે મોટાભાગનાં નેતાઓ દારૂબંધી વિરુદ્ધ જ મંતવ્ય આપતા રહ્યા છે. પરંતુ આજે ગુજરાત કોંગ્રેસનાં ઉચ્ચ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા વિવાદિત નિવેદન અપાયું હતું. અમદાવાદમાં યોજાનારી આર.જી પ્રીમિયર લીગના ઉદ્ધાટન સમયે ભરતસિંહે આડકતરી રીતે અમારી સરકાર આવે તો દારૂબંધી હટાવવાનો ઇશારો કર્યો હતો. 

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, ઠંડીમાં જમવાની વ્યવસ્થા તો અમે કરી છે પરંતુ અન્ય વ્યવસ્થા થઇ શકે તેમ નથી. ઠંડી બહું છે પણ ગુજરાતમાં હાલ મનાઇ છે માટે વ્યવસ્થા થઇ શકે નથી. જો કે તેમણે આડકતરો ઇશારો કરતા જણાવ્યું કે, સમય સાથે બદલાવ આવશે તો દારૂબંધીમાં પણ બદલાવ આવી શકે છે. જેના પગલે આડકતરી રીતે કોંગ્રેસ સરકાર આવે તો દારૂબંધી હટી શકે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઇ જાણે છે. ગુજરાતમાં બિનકાયદેસર રીતે જોવે તેટલો દારૂ મળે છે. 

ભરતસિંહે કહ્યું કે, જો દારૂ કાયદેસર રીતે વેચાતો હોત તો સરકારને ટેક્ષની પણ આવક થાત. જો કે હાલ તો ભાજપના મળતીયાઓ જ દારૂ વેચીને આર્થિક લાભ મેળવી રહ્યા છે. ભરતસિંહે કહ્યું કે, ઈન્દિરાજી કહેતા કે ધનાઢય લોકો દારૂ પીવે તો ચાલે પણ સામાન્ય માણસ દારૂ ન પી શકે. જો કે ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય તેમ છે. દારૂબંધી અંગે 7 કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નથી. પણ દારૂબંધી વચ્ચે દારૂ વેચાય છે તે સૌ કોઇ જાણે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news