સત્યમ હંસોરા/રાજકોટ: રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. મોરબીના યુવાન સાથે આશરે આઠ મહિનાથી પરિચિત રાજકોટની યુવતીએ મળવા બોલાવી આશરે 96 હજાર રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેતા યુવાને શહેરના બી ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે યુવાનને હનીટ્રેપમા ફસાવનાર એક યુવતી અને તેના સાગરીત શખ્સની ધરપકડ કરી છે તો સાથે જ સંડોવાયેલ વધુ એક નઝમાં નામની યુવતી અને અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીમા રહેતા એક યુવાનને છેલા આઠ મહિનાથી રાજકોટની નઝમાં નામની યુવતી સાથે સંબંધ હતો. થોડા દિવસો પહેલા યુવાને નઝમાંને તેના મિત્ર માટે અન્ય યુવતીની વ્યવસ્થા કરવા કહ્યું હતું. જે બાદ મોરબીનો યુવાન તેના મિત્રને લઈને રાજકોટની યુવતીને મળવા આવ્યો હતો. નઝમાં સાથે અગાઉ નક્કી થયા મુજબ તેણીએ ધરતી નામની યુવતી સાથે યુવાનોને વાત કરવી હતી. અને ધરતીએ બંનેને ભગવતિપરામા મળવા બોલાવ્યા હતા. જ્યાં અચાનક જ નંબર પ્લેટ વગરના સ્કૂટર પર બે શખ્સો આવી ચઢ્યા હતા અને પાણીની મોટર ચોરાઇ હોવાનું કહી બંને યુવકો સાથે મારપીટ કરી રૂપિયા 96 હજારની માલમત્તા લૂંટી લીધી હતી.


ચૂંટણી નહિ લડુ તો ગુજરાતની તમામ સીટો પર ભાજપને નુકશાન કરીશ: હાર્દિક પટેલ  


જેને લઈને યુવાનોએ પોલીસ ફરિયાદ કરતાં બી ડિવિઝન પોલીસે ધરતી અને એક શખ્સની ધરપકડ કરી તો સાથે જ નઝમાં અને તેના સાથે ગુનામાં સંડોવાયેલ શખ્સની વધુ શોધખોળ હાથ ધરી છે. પોલીસે હાલ તો આરોપીઓની ધરપકડ કરી આ શખ્સોએ વધુ કોઈને હની ટ્રેપનો ભોગ બનાવ્યા છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.



અહી સવાલ એ ઊભો થાય છે કે શહેરમા અનેક કિસ્સાઓ હની ટ્રેપના સામે આવ્યા છે. અને બધા જ કિસ્સાઓમા યુવાનો, વૃદ્ધો, પોતાની શારીરિક લાલશા સંતોષવા માટે કોઈ પણ વ્યક્તિ પર આંધરો વિશ્વાસ કરી લે છે. પરંતુ જ્યારે તેમની આંખો ખુલે છે. ત્યારે ઘણું મોડુ થઈ ગયું હોય છે અને સમાજમા બદનામ થવાના ડરથી પોતે હનીટ્રેપનો ભોગ બને છે.