પ્રેમલ ત્રિવેદી/હારીજ: ટાઉનમાં પ્રેમ પ્રકરણ મામલે હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં બે ભાઈ અને બનેવીને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. સમગ્ર મુદ્દે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અમરતપુરા ખાતે રહેતા અને જલારામ ચા સ્ટોલ પર નોકરી કરતા ભુરાભાઈ કાગસીયાને હારીજમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોઈ જેની જાણ યુવતીનાં બે ભાઈ અને તેમનાં બનેવીને થતા ત્રણેય જણાએ ભેગા મળીને પ્લાન બનાવી યુવકને શહેરની શિશુ મંદિર શાળાનાં મેદાન પાસે બોલાવી તેનાં ઉપર તિક્ષણ હથીયાર વડે હુમલો કરી હત્યા કરી હતી. પોતાના બાઈકો ઉપર રવાનાં થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા યુવકની લાશ ઝાડીમાંથી મળી આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ: CORONA સામે લડવામાં Prone Therapy બની રહી છે અક્સીર ઉપાય


આ અંગે હારીજ પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે તપાસ કરતા હત્યાને અંજામ આપનાર યુવતીના બે ભાઈ શૈલેશજી ઠાકોર, સંજય ઠાકોર અને બનેવી લાલાજી ઠાકોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક ભુરાભાઈને તેના મિત્રોએ હરિજમાં આવેલ શિશુ મંદિર શાળાનાં મેદાન પાસે જોયાં હતાં. તે સમયે યુવતી અને તેનાં બન્ને ભાઈઓ તથા બનેવી પણ આ જગ્યા ઉપર જોવાં મળ્યાં હતાં. તેવું જણાવતાં મૃતક ભૂરાના પરિવારજનોએ શોધ ખોળ કરતાં મેદાનની પાસેનાં ખેતર નજીકથી લોહી નિતરતી હાલતમાં ભુરાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. 


સ્વદેશી વેક્સિન સફળ? પ્રથમ તબક્કામાં કોઇને આડઅસર નહી, બીજા તબક્કા માટે મોટા પ્રમાણમાં લોકો આવતા સમય વધારાયો


પરિવાર દ્વારા આ અંગેની હારીજ પોલીસને જાણ કરવામાં આવતા હારીજ પીઆઇ સહિતના સ્ટાફે ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પીએમ અર્થે હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યારે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર ત્રણ ઈસમોને ઝડપી સમગ્ર પ્રકરણ મામલે ઊંડાણ પૂર્વક તાપસનો દોર ધમધમતો કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube