રાજકોટ: CORONA સામે લડવામાં Prone Therapy બની રહી છે અક્સીર ઉપાય

સમગ્ર ગુજરાત અને ખાસ કરીને મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે.ત્યારે રાજકોટ સિવિલ દ્વારા કોરોનાના દર્દીઓને પ્રોન થેરાપી આપવાનો એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ થેરાપીના કારણે દર્દીઓને ઘણા ફાયદા પણ થઇ રહ્યા છે. સિવિલમાં છેલ્લા 5 મહિનાથી ફિઝિયોથેરાપીસ્ટ તરીકે સેવા આપી રહેલા ડોક્ટર્સના જણાવ્યા અનુસાર કોરોનાના દર્દીઓને સામાન્ય રીતે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. કોરોના દરમિયાન ફેફસા પર વધારે તકલીફ પડતી હોય છે. તેના કારણે ફેફસાની રિધમ નોર્મલ થાય તે જરૂરી છે. 
રાજકોટ: CORONA સામે લડવામાં Prone Therapy બની રહી છે અક્સીર ઉપાય

રાજકોટ : સમગ્ર ગુજરાત અને ખાસ કરીને મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે.ત્યારે રાજકોટ સિવિલ દ્વારા કોરોનાના દર્દીઓને પ્રોન થેરાપી આપવાનો એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ થેરાપીના કારણે દર્દીઓને ઘણા ફાયદા પણ થઇ રહ્યા છે. સિવિલમાં છેલ્લા 5 મહિનાથી ફિઝિયોથેરાપીસ્ટ તરીકે સેવા આપી રહેલા ડોક્ટર્સના જણાવ્યા અનુસાર કોરોનાના દર્દીઓને સામાન્ય રીતે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. કોરોના દરમિયાન ફેફસા પર વધારે તકલીફ પડતી હોય છે. તેના કારણે ફેફસાની રિધમ નોર્મલ થાય તે જરૂરી છે. 

પ્રોથ થેરાપિ દ્વારા દર્દીઓના છાતીના ભાગે ઉલટા સુવડાવીને પેટના ભાગે ઓશીકું રાખવામાં આવે છે. આ અવસ્થામાં જ ઉંડા શ્વાલ લેવડાવવામાં આવે છે. આમ કરવાથી દર્દીઓમાંઓક્સિજનનું પ્રમાણ વધે છે. દિવસમાં આ પ્રક્રિયા બેથી ત્રણ વાર એક કલાક માટે કરાવવામાં આવે છે. પ્રોથ થેરાપી અંગે ન માત્ર ડોક્ટર્સ પરંતુ દર્દીઓ પણ પોઝિટિવ રિસ્પોન્સ આપી રહ્યા છે. આ અંગે એક દર્દીએ જણાવ્યું કે, બોલવાની કે ઉભા રહેવાની પણ મારામાં શક્તિ નહોતી. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જો કે આ થેરાપી ચાલુ કર્યા બાદ ઘણો ફરક પડ્યો છે. અહીં રોજ દવા, ભોજન અને સાથે ત્રણ ટાઇમ કસરત કરવાના કારણે મને અશક્તિમાંથી ઘણી શક્તિ મળી રહી છે. 

આ અંગે ડોક્ટર્સે જણાવ્યું કે, કસરત અને પ્રોન થેરાપી ખુબ જ જરૂરી છે. શરીરના અંગે જકડાઇ ન જાય તે માટે હાથ પગની કસરત નિયમિત કરાવવામાં આવે છે. જેથી શરીરનાં તમામ અંગો સ્વસ્થ રહે અને લોહીનું પરિભ્રમણ જળવાઇ રહે. આ ઉપરાંત પ્રોન થેરાપી દ્વારા ફેફસાને વધારે મજબુત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ થેરાપીથી મોટા ભાગના દર્દીઓને 2થી 3 દિવસમાં ઓક્સિજનની માત્રા નોર્મલ થઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news