Rajkot News ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં ફરી એક વખત પ્રેમનો કરુણ અંજામ સામે આવ્યો છે. જામનગરના સુનીલ જાદવને તેના સાળાએ સમાધાન માટે બોલાવી ઢોર માર માર્યો હતો. જેમાં સુનિલનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના કુવાડવા રોડ પર પાંચ દિવસ પહેલા જામનગરના સુનિલ જાદવ નામના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સારવાર દરમિયાન સુનિલ જાદવનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસ તપાસમાં મૃતક સુનિલ જાદવને તેના સાળા રવિ પરમાર અને તેના મિત્ર દ્વારા જ ઢોર માર મારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં સુનિલ જળવને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તેની સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત થયું હતું. પોલીસે આરોપી રવિ સામે હત્યાની કલમો ઉમેરી તપાસ શરૂ કરી છે.


એક એપ્રિલથી મોંઘી થશે તમારા કામની 800 દવા, આ રહ્યું આખું લિસ્ટ


મૃતક સુનિલ જાદવના પરિવારજનોએ કહ્યું હતું કે, સુનિલનું સાળા રવિએ 12 તારીખે સમાધાનના નામે મળવા માટે બોલાવ્યો હતો. કુવાડવા રોડ પર ટાયરના ડેલામાં લઇ જઇ રવિ અને તેની સાથે રહેલા અન્ય એક શખ્સે લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી ખાર રાખી રવીએ સગા બનેવી સુનિલ જાદવને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરિવારજનોએ પોલીસ સમક્ષ આરોપીને તાત્કાલિક અસર થી ધરપકડ કરવાની માંગ કરી છે


રાજકોટમાં પ્રેમ સબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ક્યાં સુધીમાં હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરે છે તે જોવું રહ્યું.


લાખોના પગારની નોકરીની ઓફર, અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલમાં નીકળી નોકરી