ઉદય રંજન/અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખીને હુક્કાબાર ચલાવતા યુવકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે હુક્કો પીતા અન્ય યુવાનોને પણ ઝડપી લીધા છે. મણિનગરના જગાભાઈ પાર્ટમાં આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં હુક્કાબાર ચાલે છે તેવી માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે ત્યાં રેડ પાડી હતી. આ દરમિયાન હુક્કો વેંચતા અને હુક્કો પીવા આવેલા પાંચ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. આ મકાનમાં ચાર લોકો રહેતા હતા. ત્યાં ઘરે જ હુક્કાબાર ચલાવતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જ્યારે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, અમૃત પટેલ નામના વ્યક્તિ પાસેથી ચાર લોકોએ 20 હજાર રૂપિયામાં ભાડે મકાન રાખ્યું હતું. પોલીસે હાલ તમામ લોકોની ધરપકડ કરી છે ત્યારે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે પોલીસ મકાન માલિક સામે પણ ગુનો દાખલ કરવાની છે કારણ કે મકાન માલિકે ભાડા કરાર પણ કરેલ ન હતો. 


[[{"fid":"188535","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


સવાલ એ ઉભો થાય છે કે આ લોકો કેટલા સમયથી હુક્કાબાર ચલાવી રહ્યા હતા. આ લોકો સાથે અન્ય કેટલા લોકો સામેલ છે. પોલીસે હાલ તો ગુનો દાખલ કરી આગળની તપાસ શરુ કરી છે.