Gujaratis death in car accident : રાજસ્થાનના બીકાનેરમાં ભયાનક કાર અકસ્માતમાં પાંચ ગુજરાતીઓના મોત નિપજ્યા છે. ભયંકર કાર અકસ્માતમાં કચ્છના ડોક્ટર પરિવારની બે મહિલા, બે પુરુષ અને એક બાળકીનું મોત નિપજ્યું છે. ભારતમાલ એક્સપ્રેસ પર આ દુર્ઘટના બની હતી. બીકાનેરની પાસે ઉભેલા ટ્રકમાં સ્કોર્પિયો કારે ટક્કર મારી હતી. રાજસ્થાનના બીકાનેરમાં ભયંકર અકસ્માતમાં પાંચ ગુજરાતીના મોત નિપજ્યા છે. પૂરઝડપે દોડતી સ્કોર્પિયો કાર રોડની સાઈડ પર ઉભેલી ટ્રકમાં ઘૂસી હતી. આ અકસ્માતમાં માંડવીના ડૉક્ટર દંપતી અને પુત્રી સહિત 5એ ઘટના સ્થળે દમ તોડ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનમાં ભીષણ રોડ અકસ્માતમાં પાંચ ગુજરાતીઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બીકાનેરના રાસીસરના કેસરદેવર ભારતમાલા રસ્તા પર એક સ્કોર્પિયો કાર અને ટ્રકની જબરદસ્ત ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, સ્કોર્પિયો કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ નોખા પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં રસ્તા પરથી ગાડી હટાવવાની કામગીરી કરાઈ હતી. ગાડીને ક્રેનની મદદથી હટાવાઈ હતી. 


એક મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ આવી રહી છે : ગુજરાતનું હવામાન એકાએક બદલાશે, આવી છે આગાહી


વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા, ચરોતરના મોટલ માલિકને અમેરિકન યુવકે ગોળી મારી