એક મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ આવી રહી છે : ગુજરાતનું હવામાન એકાએક બદલાશે, આવી છે આગાહી

Weather Update Today : એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ 18થી 20 ફેબ્રુઆરીના રોજ આવશે. જેના કારણે 18થી 20 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે

એક મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ આવી રહી છે : ગુજરાતનું હવામાન એકાએક બદલાશે, આવી છે આગાહી

Gujarat Weather Forecast : આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. પરંતુ હાલ ગુજરાતમાં વાતાવરણ ઝડપભેર બદલાયું છે. પવનની દિશા બદલાતાં સૌરાષ્ટ્ર- કચ્છના લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો છે. હાલ વાતાવરણમાં સામાન્ય ઠંડી અનુભવાઈ રહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હાલમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઠંડીએ જાણે વિદાય લીધી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આગાહી એવી હતી કે, આગામી 48 કલાક રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ પર આવતા પવનોની દિશા બદલાવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાને કારણે આ વિસ્તારમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

આ દિવસથી શરૂ થશે ગરમીના દિવસો 
તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 19-24 ફેરબુઆરીથી જ ગરમી શરુ થઇ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે. આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. 11 મેથી કાળઝાડ ગરમી પડશે. 

એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ 18થી 20 ફેબ્રુઆરીના રોજ આવશે. જેના કારણે 18થી 20 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. 15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. 18થી 20 ફેબ્રુઆરીના પવનની વધુ રહેશે અને ધુળ ઉળશે અને ગરમી રહેશે.

ચોમાસું સારું જશે 
તો તેમણે આગળ કહ્યું કે, મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. જો કે રાહતના સમાચાર એ છે કે, ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસુ સારું રહેશએ. અન નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસુ સારું જવાની ધારણા છે. 

ઉત્તર ભારતમાં વરસાદની આગાહી 
હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જેવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે. પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટનાજ ણાવ્યાં મુજબ એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે. જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જવા મળશે. જેના લીધે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હવામાન ખાતાએ બદલાતા હવામાનની સંભાવનાઓ ધ્યાનમાં  લઈ સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ ઉ.ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news