Gujarat Weather Forecast : રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીમાં વધારો થયો છે, ત્યારે આવનારા વધુ 5 દિવસ હિટવેવ જોવા મળશે તેવી આગાહી કરાઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓએ ઉનાળાની શરૂઆતે જ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. પરંતુ રાજ્યનો એક જિલ્લો હાલ આગની ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ગરમી જોવા મળી રહી છે. આવામાં બીજી તરફ કહેવાય છે કે, રાજ્યમાં ઉનાળામાં જળસંકટ આવી શકે છે. ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 40 ટકા ઓછું પાણી બચ્યું છે. તો રાજ્યના કુલ જળાશયોમાં માત્ર 57 ટકા જેટલું પાણી છે. તો આવામાં ઉનાળો કેવી રીતે કાઢવો તે મોટો સવાલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન 39- 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. 25 થી 26  માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી છે. આગામી દિવસોમા 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અહીં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું છે. 


કેનેડા જવા માંગતા લોકો માટે મોટા સમાચાર, કેનેડાએ વસ્તી ઘટાડવા કર્યો આ નિર્ણય


હીટવેવમાં આ બાબતનુ ધ્યાન રાખજો 
હીટવેવની શક્યતાના કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ જરૂર જણાય તો શાળાઓના સમયમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે વહેલી સવારે અને રાત્રે તાપમાનના પારો નીચે જતા લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.


માર્ચના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન જશે
દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


ઓર્ગેનિક ખેતીનું પરિણામ : ગુજરાતી ખેડૂતે દેશી વસ્તુઓ પાઈને બે રંગના તરબૂચ ઉગવ્યા


હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ (ચોમાસામાં વરસાદ થવા માટેનાં વાદળનાં ચિહ્ન) દેખાય તેના 225 દિવસ પછી જે વિસ્તારમાં કસ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ દેશી વિજ્ઞાનની વાત કરીને હાલ જે વાદળો થાય છે તેને પણ કસ ગણવાનો છે. હાલ હોળી નજીક છે ત્યારે આ કસનો છેલ્લો રાઉન્ડ છે.