Vadodara News : વડોદરાના કલાલી પાસે આવેલા ચાણક્ય વુડાના મકાનમાં ખૂની ખેલ ખેલાયો હતો. લગ્નમાં DJ બંધ કરાવવાની અદાવતે યુવક પર વરરાજા અને તેના ભાઈનો કટારથી હુમલો કર્યો હતો. વડોદરાના અટલાદરામાં મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ એક યુવકની કટારથી હત્યા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નની પીઠીભર્યા વરરાજાએ હત્યા કરી 
મળતી માહિતી પ્રમાણે, અટલાદરા વિસ્તારમાં પ્રકાશ ચૌહાણના લગ્નની છેલ્લી તૈયારીઓ ચાલી રહી હતી. લગ્નમાં ડીજે બોલાવાયો હતો. વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે, DJ બંધ કરાવવા માટે 22 વર્ષીય પવન ઠાકોર નામના યુવકે પોલીસને ફોન કર્યો હતો. શંકામાં જ વરરાજા પ્રકાશ ચૌહાણે પોતાની લગ્નની કટારી (ચપ્પુ) વડે મૃતક પવનના પેટના ભાગે ઉપરા છાપરી ઘા કર્યા હતા. લગ્નની પીઠીભર્યા વરરાજા, તેના ભાઈ અને માતાએ મળીને યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા માર્યા હતા. ઉપરા-છાપરી માથા, ગળા અને છાતીના ભાગે ચપ્પાના ઘા મારતા યુવક ઘટનાસ્થળે જ બેભાન થઇને ઢળી પડ્યો હતો. લોહીલુહાણ પવન ઠોકરનું સયાજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નિપજ્યું હતુ. 


રાદડિયા-સંઘાણી બાદ નારણ કાછડીયા ભાજપ સામે બગડ્યા, જાહેરમાં આપ્યું સ્ફોટક નિવેદન


લગ્નના દિવસે જ માતમ છવાયો
22 વર્ષીય પવન ઠાકોર પર કટારી (ચપ્પુ) વડે હુમલો કરી વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેનો ભાઈ અજય ચૌહાણ ફરાર થઈ ગયો હતો. ત્યારે જૂની અદાવતને કારણે પ્રકાશે પવનની હત્યા કરી હોવાના પવનના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. આરોપીઓને કડક કડકમાં સજા થાય તેવી પરિવારની માંગ છે. સમગ્ર મામલે અટલાદરા પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધર છે. 


ગુજરાતની 9 બેઠકો પર સટ્ટાબજારના ભાવ ખૂલ્યા, આ સીટો પર છે જબરદસ્ત કાંટાની ટક્કર