હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ મોરબીના ટંકારમાં પડ્યો સવા ચાર ઈંચ વરસાદ
IMD India Meteorological Department Alert : રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદ આવશે. તો રાજકોટ, જામનગર અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકામાં વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાનની સૂચના અપાઈ છે.
આજે યલો એલર્ટ
આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથના ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી છે. તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડમાં પણ હળવા વરસાદ અને ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી છે.
24 કલાકનો વરસાદનો રિપોર્ટ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 20 તાલુકામાં 1થી 4 ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ મોરબીના ટંકારામાં વરસ્યો 4.5 ઈંચ વરસાદ આવ્યો હતો. ગીર સોમનાથના કોડિનાર, રાજકોટના ગોંડલમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો. આ બાદ જૂનાગઢમાં 3 ઈંચ વરસાદ, બનાસકાંઠાના દાંતામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો. જેતપુર, સૂત્રાપાડા, કાલાવડ, મેંદરડામાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત જામનગર, જૂનાગઢ, પંચમહાલ, મોરબી, છોટાઉદેપુર, ગીરસોમનાથ, સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયુ હતુ.
દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી
હાલ દેશભરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશથી ગુજરાત સુધી ભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તરાખંડમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણામાં અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલ 28 થી 30 જૂન દરમિયાન દેશમાં ચોમાસાનું જોર વધશે. મોડું પડેલું ચોમાસું હવે જોર પકડી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, ગોવામાં મધ્યમ વરસાદ પડશે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં આગામી 5 દિવસમાં વરસાદ આવશે.
27 જૂન ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી
28 જુન ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદા નગર હવેલી
તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.
તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરશે.
11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા
15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા
17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા
19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા