દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી

End Of World : એક મોલીક્યુલર માઈક્રોબાયોલોજિસ્ટે માણસો માટે એક એવા ખતરાની ભવિષ્યવાણી કરી છે, જે ધરતી પર સમગ્ર માનવજાતિનું અસ્તિત્વ મટાવી શકે છે. વૈજ્ઞાનિકે જણાવ્યું કે, ધરતી પર અંતિમ માણસ માત્ર ફિલ્મો કે ટીવી સીરિઝની વાત નથી, તે હકીકતમાં શક્ય છે 

દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી

scientist predictions human race wipe out : એક જાણીતા માઈક્રોબાયોલોજિસ્ટે પૃથ્વી પર એક એવા સંકટની ચેતવણી આપી છે, જે માનવ જાતિના અસ્તિત્વને નાબૂદ કરી શકે છે. માઈક્રોબાયોલિજ, ઈમ્યુનોલોજી અને સંક્રમણ રોગોના પ્રોફેસર આર્ટુરો કૈસાડેવાલના જણાવ્યા અનુસાર, ધરતી પર અંતિમ વ્યક્તિ કોઈ કલ્પના નથી, પણ હકીકત હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે, ફંગસ દુનિયામાં એક નવી મહામારી લાવી શકે છે. અમેરિકાના બાલ્ટીમોરમાં જોન્સ હોપકિંસ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં કામ કરતા 67 વર્ષીય પ્રોફેસર કૈસાડેવાલાએ કહ્યું કે, ફંગસ માનવજાતિ માટે મોટો ખતરો બની શકે છે. 

  • ફંગસ બની શકે છે માનવ જાતિ માટે મોટો ખતરો
  • વૈજ્ઞાનિકે આપી માનવ જાતિના અંતની ચેતવણી
  • ફંગસ લાવી શકે છે કે માનવોને મારવાની નવી બીમારી

જોમ્બીમાં બદલાઈ શકે છે માણસ
લગભગ 1000 વૈજ્ઞાનિક રિસર્ચ પેપર લખી ચૂકનાર પ્રોફેસર કૈસાડેવાલનું ગત મહિને એક નવું પુસ્તક પ્રકાશિત થયું છે. જેનું નામ છે વ્હાઈટ ઈફ ફંગી વિન? આ પુસ્તકમાં ફંગસના કારણે મહામારી હોવાની વાસ્તવિક સંભાવના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ધરતી પર અંતિમ વ્યક્તિ જેવુ દ્રશ્ય સંભવ જ નથી. કારણ કે, હજી પણ આપણે એવા ફંગસ વિશે નથી જાણતા, જે કોઈ માણસને જોમ્બીમાં બદલી શકે છે. 

તાપમાન વધવાથી દરેક ચીજ પર અસર
ડેઈલ સ્ટારે પોતાના રિપોર્ટમાં પ્રોફેસર કૈસાડેવાલના હવાલાથી જણાવ્યું કે, આ વાતને લઈને કોઈ શંકા નથી કે, આપણે સમયની સાથે નવા ખતરનાક ફંગસને જોઈ શકીએ છીએ. આવું પહેલા પણ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે, જળવાયુ પરિવર્તનને કારણે ફંગસ માનવજાતિ માટે નવી બીમારીઓ લઈ આવી સકે છે. તાપમાન વધતા આપણા પર્યાવરણમાં દરેક ચીજ પ્રભાવિત થઈ રહી છે. 

પ્રોફેસરે દાવો કર્યો કે, આ વાતનું પ્રમાણ પણ છે કે, કેટલાક ફંગસમાં નવી બીમારીઓ ફેલાવવાની ક્ષમતા છે, જે અભૂતપૂર્વ રીતે વ્યક્તિને નુકસાન પહોંચાડી રહી છે. તેમણે કહ્યું કે, ફંગસ ઉચ્ચ તાપમાનમાં પેદા થવા માટે અનુકૂળ બની જાય છે. તે આપણી સુરક્ષાને તોડી દેશે. જે પૃથ્વી માટે સૌથી મોટો ખતરો છે. ફંગસમાં મ્યુટેશનના સબૂત પહેલા જ મોજૂદ છે. વર્ષ 2004 માં જાપાનમાં એક વ્યક્તિના કાનમાં કેંડિયા ઓરિસ નામનો ફંગસ મળી આવ્યો હતો. 2007 પહેલા આ ફંગસ વૈજ્ઞાનિકો માટે અજ્ઞાત હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news