Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : વર્ષ 2001 માં રિલીઝ થયેલ ફિલ્મ લગાન કે જેનું શૂટિંગ કચ્છના કુનરિયા ગામમાં થયું હતું અને કચ્છના જુદાં જુદાં લોકોને ફિલ્મમાં અભિનયમાં કામ મળ્યુ હતું. તેમાં એક ઘોડી પણ હતી. લગાન ફિલ્મમાં જે સફેદ ઘોડી પર બ્રિટિશ રાજકુમારી સવારી કરતી જોવા મળે છે તે ઘોડી આજે પણ કચ્છમાં છે. આ ઘોડી હવે ઉંમરલાયક થઈ ગઈ છે. ઘોડીની ઉંમર 32 વર્ષ જેટલી થઈ ગઈ છે અને પશ્ચિમ કચ્છ પોલીસની માઉન્ટેડ બટાલિયન દ્વારા તેને હજી પણ સાચવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2000 દરમિયાન આમીર ખાન અભિનિત લગાન ફિલ્મનું કચ્છમાં શૂટિંગ થઈ રહ્યું હતું. ત્યારે પશ્ચિમ કચ્છ માઉન્ટેડ યુનિટમાંથી 4 થી 5 ઘોડા લઈ જવામાં આવ્યા હતા. ત્યારે અહીંની ઘોડી રેખા પણ આમિરખાનની ફિલ્મ લગાનમાં જોવા મળી હતી. આ સફેદ ઘોડી પર બ્રિટીશ રાજકુમારી એલિઝાબેથનું પાત્ર ભજવતી અભિનેત્રીએ ઘોડે સવારી કરતી દેખાઈ હતી. 


ગેનીબેનનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન : લગ્નમાં ડીજે વગાડવવા મુદ્દે કહી મોટી વાત


પશ્ચિમ કચ્છ માઉન્ટેડ યુનિટના પી.એસ.આઈ લલિત મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 1995માં પશ્ચિમ કચ્છના માઉન્ટેડ યુનિટમાં મૂળ કાઠિયાવાડી નસ્લની ઘોડી લઈ આવવામાં આવી હતી અને ત્યારથી 2017 સુધી 22 વર્ષ સુધી તેણે પશ્ચિમ કચ્છ માઉન્ટેડ યુનિટમાં ફરજ નિભાવી હતી. આ ઘોડીનું નામ રેખા છે. રેખા અહીં માઉન્ટેડ યુનિટમાં પેટ્રોલિંગનું કામ, ટેન્ટ પેગિંગ, બેરેક રેસ તેમજ અન્ય ગેમોમાં ભાગ લેતી હતી અને ઉત્કૃષ્ટ દેખાવ કરતી હતી. સામાન્ય રીતે ઘોડાઓની ઉંમર 25થી 30 વર્ષની હોય છે, પરંતુ હાલમાં રેખા 32 વર્ષની છે અને અત્યાર સુધી એક પણ વખત તે બીમાર નથી પડી. 


ગાંધીનગરમાં મોટા ફેરફારની શક્યતા : આજે PM રાજભવનમાં કરશે ગુપ્ત બેઠક


વર્ષ 2001 માં લગાન ફિલ્મમાં અહીંની ઘોડી રેખાએ ભૂમિકા ભજવી હતી. ફિલ્મના પ્રોડક્શન હાઉસ દ્વારા અહીંના ઘોડાઓનો ઉપયોગ કરવામા આવ્યો હતો. 22 વર્ષ સુધી અહીં જુદી જુદી સેવા આપ્યા બાદ છેલ્લા 7 વર્ષથી રેખા ફરજમાંથી નિવૃત્ત છે અને તેને અહીં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે અને તેની સેવા કરવામાં આવી રહી છે. તો રેખાની આગળની પેઢી પણ અહી જ છે. બીજી બંને પેઢીઓ જેમાં રેખાની ઘોડી મંગળા અને મંગળાની બે ઘોડી સાઇના અને શ્યામલી પણ તમામ રીતે ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે. 


વતનની વાટે પ્રધાનમંત્રી : પીએમ મોદી આજે ગુજરાતને કેવા કેવા પ્રોજેક્ટની ભેટ આપશે જુઓ