યુવતીએ રૂમમેટની સગાઈ તોડવા હોસ્ટેલના વોશરૂમની સિક્રેટ તસવીર શેર કરી, થઈ બબાલ
Gujarat Highcourt : ઈન્સ્ટાગ્રામ પર પોતાના રુમમેટની તસવીર શેર કરનારી યુવતીને હાઈકોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો છે. યુવતીએ પોતાના રૂમ મેટની સગાઈ તોડવા માટે આવો કાંડ કર્યો હતો
Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટે એક યુવતીને 25 હજારનો દંડ ફટકાર્યો છે. યુવતીએ એક ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવીને પોતાની પૂર્વ હોસ્ટેલ રૂમમેટની ચોરીથી લીધેલી તસવીરને પોસ્ટ કરી હતી. યુવતીએ આવુ એટલા માટે કર્યું, તે તેની સગાઈ તોડવા માંગતી હતી. આ ઘટના ત્રણ વર્ષ પહેલાની છે. જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું કે, યુવતી પોતાના રૂમમેટ સામે એક વિવાદને કારણે બદલે લેવા માંગતી હતી. તેથી તેને દંડ ફટકારવામા આવ્યો છે. જેને કાયદાકીય સહાયતા સોસાયટીમાં જમા કરાવવાનો રહેશે. કોર્ટે આ નિર્ણય ત્યારે સંભાળાવ્યો જ્યારે આરોપી યુવતીએ અદાલતમાં અરજી દાખલ કરતા કહ્યુ હતું કે, ફરિયાદ કરનાર પરિવારે તેને માફ કરી દીધી છે.
- યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાના રૂમમેટની તસવીર
- તસવીર શેર કરીને સગાઈ તોડવા માંગતી હતી
- હાઈકોર્ટે આરોપી યુવતીને ફટકાર્યો 25 હજારનો દંડ
આ કિસ્સો ઓક્ટોબર, 2022 નો છે. જ્યારે પીડિતાની સગાઈ થઈ ગઈ હતી. યુવતીની સગાઈબાદ તેની રુમમેટે એક અજાણ્યા પુરુષના નામથી એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતુ. તેમાં હોસ્ટેલના વોશરૂમમા લેવામાં આવેલી તસવીર પોસ્ટ કરી હતી. આ વિવાદ મહિનાઓ સુધી ચાલ્યો હતો. ત્યા સુધી યુવતીએ આ વાત પોતાના પરિવારને જણાવી ન હતી.
ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, OBC, કે પાટીદાર
વર્ષ 2021 નો કિસ્સો
માર્ચ 2021 માં પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે કહ્યું કે, દોષિત યુવતી તેમની દીકરીની રુમમેટ હતી. તે તેને હોસ્ટેલના વોશરૂમમાં લઈ ગઈ હતી. પોલીસે આઈપીસીની ધારા 507 અને આઈટી એક્ટની ધારા 66(સી) અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. આ કેસને સોલ્વ કરવામાં મહિનાઓ ખેંચાયા હતા.
હાઈકોર્ટે ફટકાર્યો દંડ
હાલમાં જ આરોપી યુવતીએ કોર્ટને કહ્યું કે, તેણે અને ફરિયાદી યુવતીએ સમગ્ર મામલે સમાધાન કરી લીધું છે. પીડિતાના પરિવારને એફઆઈઆર રદ કરવા પર કોઈ આપત્તિ નથી. જસ્ટિસ દેસાઈએ આ અરજીનો સ્વીકાર કર્યો હતો, પરંતુ સાથે જ કહ્યું હતું કે, આરોપી યુવતીને પોતાના અપરાધ માટે દંડ ભરવો પડશે.