હિતાર્થ પટેલ ડાંગ/સાપુતારા: નવા વર્ષને આવકારવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાપુતારા ખાતે 31 ડિસેમ્બરની રાત્રિએ નવા વર્ષની ઉજવણી કરવા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, અહીં મોટાભાગની હોટલો હાઉસફુલ થઈ ચૂકી છે. ગિરિમથક સાપુતારા ખાતે 25 ડિસેમ્બર નાતાલ પર્વ થી 31 ડિસેમ્બર સાથે 2023ના નવા વર્ષને આવકારવા પ્રવાસીઓનું માનીતું સ્થળ બની રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


25 ડિસેમ્બરે ખ્રિસ્તીઓનું નાતાલ પર્વ ધામધૂમથી ઉજવાયા બાદ હવે 31 ડિસેમ્બરે નવા વર્ષને આવકારવા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે સંમ્પન પરિવારના પ્રવાસીઓ સાપુતારા માં કાયદો વ્યવસ્થા સારી હોય પસંદગી કરી રહ્યા છે. સાપુતારા હોટેલ એસોસિએશન દ્વારા નવા વર્ષની ઉજવણી અને પ્રવાસીઓને આકર્ષવા નિત નવા કાર્યક્રમોની રમઝટનું આયોજન કરાયું છે. સાપુતારા માં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો પારો ગગડતા દિવસભર શીત લહેરને પગલે ખુશનુમા વાતાવરણમાં મીની કાશ્મીર નો અહેસાસ પ્રવાસીઓ કરી રહ્યા છે.



આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક



પ્રવાસીઓ ગિરિમથક સાપુતારા ખાતે આહલાદક માહોલ વચ્ચે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓ, નૌકાવીહાર, રોપવે, પેરાગલાઈડિંગ, ઝીપ લાઇન, ટેબલ પોઈંટ પર ઘોડા, ઊંટ સવારી નો આનંદ માણી યાદગાર સંભારણું બનાવી રહ્યા છે. હોટેલ એસોસિએશન દ્વારા તમામ હોટલોને રંગબેરંગી રોશનીનો શણગાર કરી રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન કરતા પ્રવાસીઓએ 31 ડિસેમ્બર માટે એડવાન્સ હોટલો બુકીંગ કરી રહ્યા છે. 



આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ



2022 ના વર્ષના અંતિમ દિવસ થર્ટી ફર્સ્ટને ગુડબાય કહેવા અને 2023ના વર્ષના હરખભેર વેલકમ કરીને વધામણા કરવા માટે લોકો ભારે ઉત્સુક જણાઈ રહ્યા છે, જ્યારે ગુજરાતના બીજા પ્રવાસન સ્થળોની સરખામણીએ સાપુતારા હવે પ્રવાસીઓ માટે એક નવું ડેસ્ટિનેશન બની રહ્યું છે. જેને કારણે સ્થાનિક લોકોને રોજગારીની તકો પણ ઉપલબ્ધ થઇ રહી છે. સરકાર દ્વારા પણ સાપુતારામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરી સ્થાનિકોને અને પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.