RERA: સામાન્ય રીતે તમે જ્યારે ઘર લેવા જાઓ ત્યારે બિલ્ડરો તમને જાત જાતની લોભામણી જાહેરાતો કરતા હોય છે. સ્કીમના મકાનો વેચવા માટે બિલ્ડરો ખરીદારને અનેક પ્રકારની સુવિધાઓ આપવાના વચનો પણ આપતા હોય છે. પછી જ્યારે વ્યક્તિ ઉંચા પૈસા ખર્ચીને ઘર ખરીદે ત્યારે તેને યોગ્ય સુવિધાઓ આપવામાં આવતી નથી. અરે...એ સુવિધાઓ જેના મોટા ઉપાડે બિલ્ડરે બેનરો લગાવ્યા હોય છે, જે સુવિધાઓ આપવાનું વચન આપ્યું હોય છે બાદમાં સુવિધાઓ આપવામાં આવતી નથી. આમ, સીધી રીતે ખરીદાર પાસે પૈસા લઈને બિલ્ડરો છેતરપિંડી કરતા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘રેરા’નો મહત્વપૂર્ણ ચુકાદો!-
મહત્ત્વનું છેકે, રહેણાંક પ્રોજેકટોમાં વચન મુજબની સુવિધાઓ ન આપવા બદલ આકરૂ વલણ અપનાવતા ‘રેરા’એ વડોદરાના વધુ એક કિસ્સામાં બિલ્ડર વિરૂદ્ધ ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં રેરાએ ટાંક્યું છેકે, બિલ્ડરે સ્કીમ મુકવી વખતે જેજે વચનો આપ્યા હશે તેનું ફરિયાદ પાલન કરવું પડશે. કારણકે, કોઈ વ્યકિત પોતાની જીવની પૂંજી ખર્ચીને તમારા વચનો પર ભરોસો મુકીને મકાન લેતી હોય છે. આવા કિસ્સામાં બિલ્ડર જ્યારે મકાન વેચાણ બાદ હાથ અધ્ધર કરી લે ત્યારે જેતે વ્યક્તિના સપનાઓ ચકનાચૂર થઈ જતા હોય છે. એટલું જ નહીં આવા કિસ્સામાં મકાન ખરીદનાર પાસે છેતરપિંડી થઈ છે એમ કહી શકાય. આવો અન્યાય નહીં ચલાવી લેવામાં આવે.


બિલ્ડરે પ્રોજેકટમાં વચન મુજબ સુવિધા આપવી જ પડે: ‘રેરા’
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની બેન્ચે રિયલ એસ્ટેટ ડેવલપરને વડોદરામાં શરૂ કરાયેલી રહેણાંક યોજનામાં લેન્ડસ્કેપ ગાર્ડન અને ક્રિકેટ પિચ આપવાનો આદેશ આપ્યો છે.  ઓથોરિટીએ કેટલાક યુનિટ ધારકોને સાંભળ્યા બાદ આ નિર્ણય લીધો હતો જેમણે તેમની ફરિયાદો ઉઠાવી હતી કે ડેવલપરે સુવિધાઓ પૂરી પાડવાના તેમના વચનો પૂરા કર્યા નથી.


વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારનો છે કિસ્સોઃ
આ મુદ્દો વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલા પ્રથમ બ્લુટ્સ પ્રોજેક્ટનો ટાવર ભાગ પારિજાત નામની રહેણાંક યોજના સાથે સંબંધિત હતો.  પારિજાતના રહેવાસીઓ વતી હિરેન ચોકસીએ ઓથોરિટી સમક્ષ ફરિયાદ કરી હતી કે ફરિયાદીઓએ સ્કીમમાં ફ્લેટ બુક કરાવ્યા છે અને વેચાણ દસ્તાવેજો કર્યા બાદ તેનો કબજો મેળવ્યો છે. જોકે, ડેવલપર પ્રથમ પ્રોપર્ટીઝે જેકુઝી, લેન્ડસ્કેપ ગાર્ડન, સાધનસામગ્રી સાથેનું વ્યાયામશાળા, ક્રિકેટ પીચ, સોના સ્ટીમ બાથરૂમ, ઓટો કટ ફાયર સિસ્ટમ આપી  નથી. તેમજ ડ્રેનેજ લાઇનની ઉપર બાંધવામાં આવેલ પાર્કિંગની જગ્યા અયોગ્ય રીતે ફાળવાઇ છે. તેઓએ તેમના દાવા સાથે ફોટોગ્રાફ્સ અને સંબંધિત દસ્તાવેજો પણ સબમિટ કર્યા હતા. દરમિયાન, ડેવલપરે શરૂઆતમાં તમામ આરોપોને નકારી કાઢ્યા હતા પરંતુ આખરે કેટલીક સુવિધાઓ આપવા માટે સંમત થયા હતા. 


અગાઉ તેઓએ રજૂઆત કરી હતી કે જ્યારે એપાર્ટમેન્ટ રહેવાસીઓને સોંપવામાં આવ્યું ત્યારે કેટલીક સુવિધાઓ કાર્યરત હાલતમાં હતી. જોકે  બાદમાં તેમને વિસ્તૃત બગીચો બનાવવા અને બ્રોશરમાં આપેલા વચન મુજબ ક્રિકેટ પિચ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. તેથી તમામ પક્ષોને સાંભળ્યા પછી, એમ.એ. ગાંધી અને ડો. એમ.ડી. મોડિયાની બનેલી ગુજરેરા બેન્ચે ચુકાદો આપ્યો કે ડેવલપરે બે સુવિધાઓ પૂરી પાડી નથી.  તેથી ફરિયાદો વાજબી છે અને વિકાસકર્તાને 3 મહિનામાં લેન્ડસ્કેપ ગાર્ડન અને ક્રિકેટ પીચની સુવિધા આપવા ઉપરાંત ખર્ચ તરીકે રૂ.5000 આપવાનું કહેવામાં આવ્યું હતું.  અન્યથા ફરિયાદીઓ આદેશનું પાલન ન કરવાના કિસ્સામાં નિર્ણાયક અધિકારી  સમક્ષ અરજી દાખલ કરવા માટે સ્વતંત્ર હશે.