હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ સુધી જાહેર થઇ નથી. જો કે રાજકીય પક્ષો ચૂંટણી જાહેર થઇ ગઇ હોય તેવી રીતે પ્રચારમાં લાગી છે. ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા વિશાળ જનસભાથી માંડીને ડોર ટુ ડોર પ્રચારમાં વ્યસ્ત બની ગયુ છે. જ્યારે ત્રણેય રાજકીય પક્ષો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર આક્રમક પ્રચાર ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે. તમને જાણીને નવાઇ લાગશે કે, સોશિયલ મીડિયા પર પોતાના પક્ષનો પ્રચાર અને વિરોધી પાર્ટીના દુષ્પ્રચાર માટે લાખો નહિ, પણ કરોડો રૂપિયા ખંખેરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પ્રચાર માટે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી એક્ટિવ બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆત કોણે અને ક્યારે કરી હતી 
આજના રાજકીય પક્ષો અને નેતાઓ જે રીતે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, તેનો પાયો હકીકતમાં પીએમ મોદીએ નાંખ્ય હતો. સોશિયલ મીડિયાની તાકાતનો અંદાજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી બન્યા ત્યારે જ આવી ગયો હતો. ગુજરાતમાં પોતાની આગવી સોશિયલ મીડીયાની ટીમ નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા ઉભી કરી હતી. આજે કહી શકાય કે, ભાજપ પાસે મોટી સોશિયલ મીડિયા ટીમ છે. જે ટેકનોલોજીના જ્ઞાનથી ભરપૂર છે. 


આ પણ વાંચો : દમણમાં કસીનોના વાયુવેગે ફેલાયેલા સમાચાર વિશે આવ્યા મોટા અપડેટ, જાણો શું છે મામલો


કેવી રીતે કામ કરે છે ભાજપની સોશિયલ મીડિયા ટીમ
રાજકીય પક્ષોમાં સૌથી મોટી સોશિયલ મીડિયા ટીમ ભાજપ પાસે છે. જે સતત 24 કલાક અપગ્રેડ રહે છે. પાર્ટીના નાનામાં નાના અપડેટ શેર કરે છે. ભાજપની સોશિયલ મીડીયા ટીમ ચાર લહેરમાં કામ કરે છે. પ્રદેશ કક્ષાથી લઈને મંડળ અને બૂથ સુધીની કામગીરી સોશિયલ મીડિયાની ટીમ કરી રહી છે. ભાજપ માટે 10 હજારથી વધુ કાર્યકરો એવા છે જે ડિજીટલ પ્લેટફોર્મ માટે કામ કરે છે. જે કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર સોશિયલ પ્લેટફોર્મ પર કરે છે. આ ટીમ ઉપરાંત 50 હજાર ડિજીટલ વોરિયર્સની ફોજ વિધાનસભા ચૂંટણી માટે કામે લાગી છે. પ્રદેશ ભાજપ પાસે આટલી મોટી સંખ્યામાં વોરિયર્સ હોવા છતાં સોશિયલ મીડિયાના પ્રમોશનની કામગીરી દિલ્હીથી જ કરવામાં આવે છે. પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયાના માળખા પ્રમાણે ચાર ઝોન ઉપરાંત પ્રદેશ કક્ષાનો વોર રુમ સોશિયલ મીડિયા માટે જ કામ કરે છે. સોશિયલ મીડિયાની 15 એપ્લિકેશન પર કામ કરવામાં આવે છે.


આ પણ વાંચો : રંગ રાખ્યો આજે કાઠિયાવાડે... પીએમ મોદીએ આવું કહેતા જ જામકંડોરણાની સભા ગુંજી ઉઠી


ભાજપ કરતા ચાર ચાસણી ચઢતું નીકળ્યું આપ
ભાજપ કરતાં વધારે આક્રમક રીતે આપ પાર્ટીની સોશિયલ મીડિયાની ટીમ કામે લાગી છે. આપની સોશિયલ ટીમ ભાજપ કરતા નાની છે, પરંતુ વધુ આક્રમક છે. જો કે ભાજપની ટીમ કરતાં અડધી સંખ્યામાં આપની સોશ્યલ મીડીયા ટીમ છે. આપના 20 હજાર જેટલા સોશિયલ મીડિયા વોરિયર્સ માનદ વેતન સાથે કામ કરે છે. ભાજપ ચાર લહેરમાં કામ કરે છે, પણ આપની સોશિયલ મીડિયા ટીમ ત્રણ લહેર સાથે સોશ્યલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર એક્ટિવ છે. જાણીને આશ્ચર્ય થશે કે, આપ પાર્ટીએ મોટાભાગના યુવાનોની ટીમ બનાવી છે. જેમાં ડોક્ટર, એન્જિનિયર, વકીલ અને પત્રકારત્વ કરેલા યુવાનોને પણ ટીમમાં સામેલ કરાયા છે. આ તમામ ટીમની ઉપર એક વોર રુમ બનાવવામાં આવ્યો છે. જેમાં 25 જેટલા સિનિયર સીધુ ધ્યાન રાખી રહ્યા છે. આપ પાર્ટીના સોશિયલ મીડીયાના થ્રી લહેરમાં રાઇટર, પ્રુફ રીડરનો પણ સમાવેશ કરાયો છે. જેથી કોઈ ભાષાકીય ભૂલ ન થાય.


આ પણ વાંચો : અમદાવાદ પોલીસે બનાવ્યો દિવાળી માટે માસ્ટરપ્લાન, પોલીસ કરશે શો-રૂમ બહાર પેટ્રોલિંગ


કોંગ્રેસની ટીમ નાની, પણ પ્લાનિંગ જડબેસલાક
કોંગ્રેસની સોશિયલ મીડિયાની ટીમ કે તેનું નેટવર્ક ભાજપ અને આપ કરતાં ખુબ જ નાનું છે. કોંગ્રેસની સોશિયલ મીડીયાની ટીમ બે રીતે કામ કરે છે. ઓફિસમાં વોર રુમ અને બીજા કાર્યકરોની ટીમ સીધી રીતે કામે લાગી છે. કોગ્રેસમાં 10 હજારની ટીમ છે. જેમાંથી 150 વોરિયર્સ માત્ર ડેટા એત્રતિક કરીને આગળ આપે છે. કોગ્રેસમાં ભલે ઓછા વ્યક્તિઓ કામ કરતાં હોય પણ સોશિયલ મીડિયાના જેટલા હેન્ડલ છે, તેટલી ટીમો બનાવીને કામ કરી રહી છે. આ ઉપરાંત ચાર ઝોનમાં પણ ટીમ કાર્યરત છે. કોંગ્રેસ દ્વારા પહેલીવાર જિલ્લા, તાલુકા, વિધાનસભા બેઠક અને બૂથ સીધુ સોશિયલ મીડિયાને લઇ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પણ પ્રોફેશનલ વ્યક્તિઓને પણ આક્રમક પ્રચાર માટે હાયર કર્યા છે. કોંગ્રેસના ઓફિસ વોર રૂમમાં 500 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે પણ સોશિયલ મીડિયાની પોસ્ટ આવે તેનો આખરી નિર્ણય આ વોર રુમમાંથી કરવામાં આવે છે.