ઝી મીડિયા/બ્યૂરો :રાજ્ય સરકાર દ્વારા ઘોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. જ્યારે કે, ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે દરેક વાલી અને વિદ્યાર્થીને એક જ સવાલ થાય છે કે, આખરે માસ પ્રમોશન (mass promotion) માં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કેવી રીતે તૈયાર થશે. પ્રાથમિક શિક્ષણ બોર્ડ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને માર્કસ નહીં, પરંતુ ગ્રેડ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે જાહેરાત કર્યા બાદ સરકારના વિધિવત ઠરાવ પછી જીસીઈઆરટી દ્વારા સ્કૂલોને પરિણામ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામા આવ્યા છે. સાથે જ કોઈપણ વિદ્યાર્થીને નાપાસ પણ કરવામાં નહિ આવે. તમામ ડીઈઓ-ડીપીઓને ધોરણ 1 થી 8ના માસ પ્રમોશનમાં આ વર્ષે થયેલા હોમ લર્નિંગ અને ઓનલાઈન શિક્ષણ કાર્યને ધ્યાને લઈને પરિણામ પત્રકો તૈયાર કરવા સૂચના અપાઈ છે.


આ પણ વાંચો : ઓક્સિજનના સંકટ અંગે સુરત કલેક્ટરે આપ્યું મોટું નિવેદન, લોકોને ચેતવ્યા


  • ધોરણ 1 અને 2 


આ બંને ધોરણના વિદ્યાથીઓના પરિણામ પત્રકમાં વિદ્યાર્થી નામ સામે વર્ગ પ્રમોશન એમ લખવામાં આવશે જ્યારે અન્ય કોઈ પણ વિગતો દર્શાવવામાં નહિ આવે.


  • ધોરણ 3 થી 8 


ધોરણ 3થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓની લેવાયેલી ઓનલાઇન પરીક્ષા તથા ઑફલાઈન પેપર તથા અન્ય પ્રવૃત્તિઓને આધારે માર્કસ ગણીને ગ્રેડ આપવામાં આવશે. ધો.૩થી ૭ના પ્રગતિપત્રકમાં ગ્રેડ દર્શાવાશે અને ધો.૮ના પ્રગતિપત્રકમાં ગુણ અને ગ્રેડ બંને દર્શાવવાના રહેશે. ધો. ૫ અને ધો.૮ના વિદ્યાર્થીઓને પણ તેઓના પરિણામને ધ્યાને લીધા વગર વર્ગ બઢતી આપવાની રહેશે.


આ પણ વાંચો : એક એક શ્વાસ માટે રાજકોટમાં વલખા મારે છે કોરોના દર્દી, કુંદન હોસ્પિટલમાં 4 દર્દી મોતને ભેટ્યા


  • ધોરણ 9 અને 11 


ગત વર્ષે જે પ્રમાણે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા એમ અગાઉ આપેલી ઓનલાઇન પ્રીલિમરી પરીક્ષાના આધારે માર્કસની ગણતરી કરવામાં આવશે. 


હાજરી અને શારીરિક વિકાસનો ઉલ્લેખ નહિ 
જીસીઈઆરટી દ્વારા ધોરણ દીઠ જાહેર કરાયેલ ટોટલ ગુણના માળખા મુજબ ધો.૩માં કુલ ગુણ ૩૦૦, ધો.૪માં ૪૨૦, ધો.૫માં ૫૦૦, અને ધો.૬થી ૮માં કુલ ગુણ ૭૦૦ રહેશે. જ્યારે વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિ પત્રક ઈમાં આ વર્ષ પુરતુ જે તે ધોરણમાં વિષય શિક્ષકે માત્ર શૈક્ષણિક બાબતો જ દર્શાવવાની રહેશે અને હાજરી અને શારીરિક વિકાસ વગેરે બાબતો દર્શાવવામા નહી આવે.


આ પણ વાંચો : માતા હોસ્પિટલ બહાર કરગરતી રહી કે, ‘મારા દીકરાને એડમિટ કરો, એ પોઝિટિવ છે’ પણ તંત્ર તમાશો જોતું રહ્યું