Gujarat Paper Leak : ગુજરાત પોલીસને પેપરલીકની લીંક આ રીતે મળી, માસ્ટરમાઈન્ડ પ્રદીપની એક ભૂલથી ડ્રાઈવરને ગઈ શંકા
Paper Leak News Live Update : ગુજરાતી ના આવડતાં ઓરિસ્સાના પ્રદીપ નાયકે કરી આ ભૂલ! ગાડીના ડ્રાઈવરે પોલીસને જાણ કરી
Gujarat Paper Leak : ગુજરાતમાં પેપરલીકના કારણે હજારો બેરોજગારોના સપનાં તૂટી ગયાં છે. આ મામલે મોટા ખુલાસાઓ થયા છે. ઓડીશાના સૂત્રધાર પ્રદીપ નાયક જૂનિયર કલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર એક સાગરીત સાથે શનિવારે રાત સુરતથી બાય રોડ ટેક્સીમાં વડોદરા ગયો હતો. મુસાફરી દરમિયાન પ્રદીપે ટેક્સી ડ્રાઇવર સાથે પ્રશ્નપત્રમાં પુછેલા સવાલો અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત કેટલાક સવાલો અંગે ગુગલમાં સર્ચ કરીને પોતાની સમજણ પ્રમાણે આન્સર કી બનાવતો હતો. એટલે શંકા જતાં ડ્રાઇવરે પ્રદીપ નાયકને અપ્સરા હોટલ ખાતે ઉતારી દીધા બાદ સુરત ક્રાઇમબ્રાંચને જાણ કરી હતી. આમ ગુજરાત પોલીસને પેપરલીક મામલે લીંક મળી હોવાની ચર્ચાઓ છે. આ મામલે અમદાવાદ એટીએસ પણ તપાસ કરી રહી હતી. આખરે સમગ્ર મામલે ધરપકડો બાદ આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ બાબતનો પડઘો વિધાનસભાના ફેબ્રુઆરીમાં મળનારા સત્રમાં પડશે.
ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટી બીજી તરફ, ગણતરીના કલાકો પહેલાં જ પરીક્ષા રદ કરાયાના જવાના કારણે પરીક્ષાની અગાઉની ગણતરીના કલાક પહેલાં રદ કરવાની નોબત આવી છે. જુનિયર રોષ વ્યક્ત કર્યો હતો અને ઠેકઠેકાણે વિરોધ પ્રદર્શન, ચક્કાજામ જેવાં આંદોલનાત્મક પગલાં લીધા ક્લાર્કની ૧૧૮૧ જગ્યાઓ માટે ૯.૫૩ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. વડોદરામાં આ અને તેને ડામવા પોલીસને ક્યાંક બળપ્રયોગ પણ કર્યો હતો.
ગુજરાતમાં સરકારી પરીક્ષાનું પેપર ફોડનાર 15ની ધરપકડ કરાઈ છે. જ્યારે એકની ધરપકડ માટે ATSની ટીમ ઓડિશા પહોંચી છે. ગુજરાતના 5 અને અન્ય રાજ્યના 10 આરોપીની ધરપકડ કરાઈ છે. વડોદરાના બે આરોપી, અરવલ્લીનો એક આરોપી અને સુરતના એક આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે એક આરોપી પશ્ચિમ બંગાળ અને એક આરોપી ઓડિશાનો છે..જ્યારે આ સિવાયના તમામ આરોપી બિહારના છે. આ તમામ આરોપીની પૂછપરછમાં નવા અનેક ખુલાસા થઈ શકે છે. ઉલ્લેખનીય છે સાબરકાંઠાનો એક આરોપી મેડિકલ કોલેજ સાથે સંકળાયેલો છે. જ્યારે અરવલ્લીના બાયડનો કેતન બારોટ વૈભવી જીવન જીવે છે. કેતન બારોટ અમદાવાદ અને બાયડમાં કરોડો રૂપિયાની સંપતિ ધરાવે છે.
પ્રાંતિજના વદરાડ ગામનો હાર્દિક શર્માની સંડોવણી સામે આવી છે. અગાઉ હેડક્લાર્ક ભરતી કૌભાંડમાં પ્રાંતિજ એપી સેન્ટર રહ્યુ હતું. હાર્દિક શર્મા એ વખતે પણ ચર્ચામાં રહ્યો હતો, પરંતુ પોલીસ પકડથી દૂર રહ્યો હતો. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે, હાર્દિક શર્મા નર્સિંગ કોલેજોમાં હિસ્સો ધરાવે છે. અમદાવાદ અને સાબરકાંઠામાં નર્સિંગ કોલેજોમાં હિસ્સો ધરાવે છે. તેનો અમદાવાદમાં જેતલપુર, નિકોલ અને પ્રાંતિજની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં હિસ્સો છે.
પેપરલી કૌભાંડમાં સાબરકાંઠાના હાર્દિક શર્માનું નામ પણ ખૂલ્યું છે. કેતન બારોટનો ખાસ મિત્ર હાર્દિક શર્મા પણ આરોપી છે. પ્રાંતિજના વદરાડનો હાર્દિક શર્મા નર્સિંગ કોલેજનો સહમાલિક છે. તે નર્સિંગ કોલેજોના નામે ગોરખધંધા ચલાવે છે. નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ કોલેજમાં પણ તે સહમાલિક છે. કેતન અને હાર્દિક શર્મા વૈભવી મોજશોખવાળી લાઈફના શોખીન છે.