Gujarat Heavy Rains: ગુજરાતમાં ફુલબહારમાં ચોમાસું ખીલેલું છે. ચોમાસાનો વરસાદ સમગ્ર ગુજરાતમાં અવિરત વરસી રહ્યો છે. ક્યાંક વધુ તો ક્યાં ઓછો પરંતુ સતત વરસી રહેલો આ વરસાદ અન્નદાતા માટે આનંદ લઈને આવ્યો છે. સારા વરસાદને કારણે અનેક ધોધ ફરી જીવંત થયા છે, તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે જુઓ ગુજરાતમાં આનંદના વરસાદનો આ અહેવાલ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. આ વરસાદથી અન્નદાતા તો આનંદમાં છે. સાથે સાથે પ્રકૃતિનો આનંદ પણ જોઈ શકાય છે. આ બે દ્રશ્યો જુઓ. બન્ને સુરત જિલ્લાના છે. માંડવીનો ગોરધા ડેમ સારા વરસાદથી ઓવરફ્લો થતાં તેની સુંદરતા જોઈ શકાય છે. તો સુરત જિલ્લામાં આવેલો એકમાત્ર દેવઘાટ ધોધ સારા વરસાદને કારણે સજીવન થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો: 16 જિલ્લામાં મોટું એલર્ટ, ફૂંકાશે વાવાઝોડા જેવા પવન!


સુરત ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ધોધની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે. જેનો આનંદ અનેક પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે પ્રકૃતિ ખુલી ઉઠી છે. તો પાડોશી સંઘ પ્રદેશ દમણમાં દરિયો જાણે ગાંડોતુર બન્યો છે. દરિયામાં ભરતીને કારણે ઉંચ્ચા મોઝા ઉછળી રહ્યા છે. દરિયામાં એવો કરંટ જોવા મળી રહ્યો છે કે મોંજા ઉછળીને કિનારે ટકરાઈ રહ્યા છે. અને તેનું પાણી બહાર રોડ પર ફેંકાઈ રહ્યું છે. જોખમી પરંતુ દરિયાનો આ સુંદર નજારો માણતા અનેક પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે તંત્રએ દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ઘેલછા રાખતા જોવા મળ્યા.


રાહુલને ગુજરાતમાં રસ પડ્યો! ગુજરાત સરકારની આ દુ:ખતી નસ દબાવશે, જાણો શું છે પ્લાન?


ચોમાસાનું આગમન થયા પછી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. પરંતુ ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં મેઘરાજા હાથતાળી આપી રહ્યા હતા. ઉત્તરમાં તો અનારાધાર વરસાદ થયો પરંતુ જે મધ્યમાં ચોમાસું મોડું જોવા મળી રહ્યું હતું ત્યાં પણ હવે મેઘરાજાએ વરસાવની શરૂઆત કરી દીધી છે. છોટાઉદેપુરના બોડેલીમાં છૂટો છવાયો વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સાથે જ ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. 


સહકારી ક્ષેત્રમાં જેના પર રાદડિયાનો હાથ હતો એણે જ બાજી મારી, માર્કેટમાં મોટો ઉલટફેર


તો દાહોદના દેવગઢ બારિયામાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ખાસ ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી પ્રસરી હતી તો નર્મદાના કરજણમાં સારા વરસાદથી કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે.  ડેમની સપાટી 102 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 2 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.  હાલમાં ડેમનું લાઈવ સ્ટોરેજ 262.73 મિલિયન ક્યુબિક મીટરે પહોંચ્યું છે. કરજણ ડેમ ભરૂચ તથા નર્મદા જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. 


અફઘાનિસ્તાનથી આવેલા યુવાને કર્યો મોટો કાંડ! આ રીતે ગુજરાત ATS એ પાર પાડ્યું ઓપરેશન


  • કરજણ ડેમમાં આવ્યા નવા નીર

  • ડેમની સપાટી 102 મીટરે પહોંચી 

  • ડેમમાં 2 હજાર ક્યુસેક પાણીની આવક 

  • ડેમનું લાઈવ સ્ટોરેજ 262.73 મિલિયન ક્યુબિક મીટર

  • ભરૂચ, નર્મદા જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન 


કહેવું પડે હો ગુજરાતના આ ખેડૂતની કહાણી! વર્ષે કરે છે દોઢ કરોડથી વધુની કમાણી, ઉગાડે..


દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. જો કે નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેરગામ તાલુકામાં 3 ઈંચ અને વાંસદા તાલુકામાં 2 ઈંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. તો સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.


નકલી સરકારી કચેરી, RTO બાદ હવે ગુજરાતમાં નકલી સ્કૂલનો પર્દાફાશ, વિદ્યાર્થીઓ ચોંક્યા!


શહેરના જહાંગીરપુરા, રાંદેર અને અડાજણમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી. સાથે જ તાપી કોઝ વેની સપાટીમાં વધારો થયો છે. તો સારા વરસાદ વચ્ચે સુરત કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ હતી. સુરતના હરિદર્શન ખાડા પાસે પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા હાલ મનમુકીને વરસી રહ્યા છે. જો કે આ વખતે મધ્ય ગુજરાતમાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. મધ્ય ગુજરાતના લોકો મુશળધાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે મધ્ય પર વરુણ દેવ ક્યારે રીઝે છે તે જોવું રહ્યું.